________________
અને ભાવની દષ્ટિએ લાઘવ બે જાતનું બતાવવામાં આવ્યું છે. અલ્પ ઉપાધિ રાખવી આ દ્રવ્યની અપેક્ષાએ લાઘવ છે, તથા ગૌરવત્રય (ઋદ્ધિ, રસ અને શાતગૌરવ)નો ત્યાગ કરે આ ભાવની અપેક્ષાએ લાઘવગુણ પણ એમનામાં મુખ્ય રૂપે હતે. ગમે તે એમને કઠેર વચન કહેતું, તે બધું એ સહન કરતા હતા. એથી જ એ ક્ષાતિ પ્રધાન હતા. અર્થાત ઉદયાવલિમાં પ્રવિષ્ટ થયેલ ક્રોધ એ નિરોધ કરતા હતા, એ ગુણિપ્રધાન પણ હતા. કેમકે અકુશળ મન વચન અને કાયમી નિવૃત્તિ એમનામાં હતી. બાહ્ય અને આભ્યન્તર રૂપમાં ગમે તે પદાર્થ માટે એમનામાં મમત્વ પરિણામ નહોતું અર્થાત્ એમની નિર્લોભવૃત્તિ હતી, એટલા માટે એ મુકિતપ્રધાન પણ હતા. દેવી સમાધિષ્ઠિત ગૌરી ગાંધારી, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે વિદ્યાઓ કહેવાય છે. તપના પ્રભાવે એ વિદ્યાઓ પિતે એમને વશ થયેલ હતી, એટલા માટે એ “વિદ્યાપ્રધાન” પણ હતા. જે દેવાધિષ્ઠિત હોય છે, તે મંત્ર કહેવાય છે. એ મંત્ર પણ સુધર્મા સ્વામીને, સિદ્ધ હતા. એટલે એમને “મંત્રપ્રધાન પણ માનવામાં આવ્યા છે. બ્રહ્મશબ્દ નું તાત્પર્ય બ્રહ્મચર્ય અથવા આત્મજ્ઞાન છે. એમનામાં એ બને વિશેષતાઓ હતી, એટલા માટે એ બ્રહ્મપ્રધાન પણ હતા. એમને સ્વસમય (સ્વશાસ્ત્ર) અને પરસમય (અન્યશાસ્ત્રોનું સંપૂર્ણપણે જ્ઞાન હતું, એ અપેક્ષાએ એ વેદપ્રધાન પણ હતા. નિગમ સંગ્રહ વગેરે સાત નય શાસ્ત્રકારોએ કહેલા છે. નયનો અર્થ તે જ્ઞાનથી છે, જે અનંત પૈર્યાત્મક વસ્તુના એક ધમને ગ્રહણ કરે છે. એ આ નયામક જ્ઞાનથી શોભિત હતા, એટલા માટે નયપ્રધાન પણ હતા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષા એ અનેકવિધ નિયમનું ગ્રહણ કરતા હતા, અને તેમને નિર્વાહ પણ કરતા હતા. એટલા માટે એ નિયમપ્રધાન પણ હતા. જીવ અજીવ વગેરે પદાર્થોના સ્વરૂપનું એ યથાર્થ પ્રતિપાદન કરનાર હતા, એટલા માટે એ સત્ય પ્રધાન પણ હતા. અન્તઃકરણની શુદ્ધિનું નામ શૌચ છે, આ શુધ્ધિ એમનામાં હતી, એટલા માટે એ શૌચપ્રધાન પણ હતા. જિનેન્દ્ર વડે પ્રતિપાદિત તને સંશય વગેરેથી રહિત જે યથાર્થ બોધ થાય છે, તેમનું નામ જ્ઞાન છે. આ જ્ઞાન એમનામાં હતું, એટલે તેઓ જ્ઞાનપ્રધાન પણ
શ્રી જ્ઞાતાધર્મ કથાગ સૂત્રઃ ૦૧
૧૨.