________________
જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫-૧૭ ની વહેલી સવારે 8 વાગ્યે ફલેદી પહોંચ્યા ત્યાંથી પગે ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરોના દર્શન કર્યા વંદણા નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યાં અને પિતાના સામાયિકના કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી મુનિવરેની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “વાવ નિગમ ગુવાન સુવિ૬ વિવિહે ના બદલે “નાવ ની પyવામિ તિવિદં તિવિ” બેથા તે શ્રી લાલચંદજી મહારાજે સાભળ્યું અને તેઓશ્રીએ પુછ્યું કે “વિનોદકુમાર ! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “ગgi રોસિનિ” બોલી પાઠ પૂરો કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડીને બોલ્યા કે “સાહેબ! એ તે બની ચૂકયું અને મેં સ્વયંમેવ દીક્ષા લઈ લીધી, બરાબર જ છે અને તેમાં કાંઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવે.
તે જ દિવસે બપોરના શાસ્ત્રજ્ઞ પૂ. મુનિશ્રી સમર્થમલજી મહારાજ સાહેબે શ્રી વિનોદકુમાર મુનિને પિતાની પાસે બોલાવ્યા અને સમજાવ્યા કે “ તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યકિત છે. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમે શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકેને સાથ લઈ શકે, એમ ત્રણવાર પ. મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલો કે જે થયું, તે થયું હવે મારે આગળ શું કરવું તે ફરમાવે”
શ્રી વિનોદમુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગયો અને મુનિશ્રીઓ પર સંસારીઓને કઈ પણ પ્રકારને આ નિષ્કારણ હુમલે ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નીવેદન બહાર પાડવાની જરૂર છે” ત્યારે શ્રી. વિનેદમુનિએ પિતાના હસ્તાક્ષરે નિવેદન શ્રી સંઘ સમક્ષ પ્રગટ કર્યું, તેને સાર નીચે મુજબ છે
મારા માતા-પિતા મહિને વશ થઈને દીક્ષાની આજ્ઞા આપે તેમ ન હતું અને “ગસંઘે જીવિદ મા ઉમાશg? ને આધારે એક ક્ષણ પણ દીક્ષાથી વંચિત રહી શકું તેમ નથી, એમ મને લાગ્યું. શ્રી લાલચંદજી મહારાજ સાહેબ-વગેરેએ મને મારી દીક્ષા માટે વિચારી પછી કરવાનું કહેલ પરંતુ મને
શ્રી ભગવતી સૂત્રઃ ૩