________________
પમની હોય છે. લાતક કલ્પમાં કેટલાક દેવેની જઘન્ય સ્થિતિ દસ સાગરોપમની કહેલ છે. જે દેવે (૧) ઘેષ (૨) શેષ, (૩) મહાઘોષ, (૪) નન્દિૉષ, (૫) સુસ્વર (૬) મનોરમ, (૭) રમ્ય, (૯) રમણીય, (૧૦)મંગલાવર્ત અને (૧૧) બ્રહ્મકાવતસક, એ અગિયાર વિમાનમાં દેવની પર્યાયે ઉત્પન્ન થાય છે, તે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે તે દેવે અંદર તથા બહાર શ્વાસોચ્છવાસ લેવાની કિયા પાંચ મહિને કરે છે, અને તે દેવોને દસ હજાર વર્ષે આહાર લેવાની અભિલાષા થાય છે. તે દેવોમાં કેટલાક એવા દે પણ હોય છે કે જે ભવસિદ્ધિક હોય છે તેઓ દસ ભવ કર્યા પછી સિદ્ધિ ગતિ પામશે, આત્મિક અનંત ગુણોને ઉપભેગ કરનાર થશે, સમસ્ત કર્મોથી મુકત થશે, બધી રીતે કૃતકૃત્ય થશે, અને બધા પ્રકારનાં દુઃખને અન્ત કરશે.
ભાવાર્થ-આગલાં સૂત્રોમાં ભાવ થ દ્વારા એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જયાં જયાં શાસ્ત્રમાં જવાની જે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે–તે જે અહી બતાવવામાં ન આવે તથા જે કઈ બીજી સ્થિતિ બતાવવામાં આવે છે “તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેલ છે” એમ સમજવું પહેલી પથ્વીમાં જઘન્ય સ્થિતિ દસ હજાર વર્ષની છે, એ વાત આગળ કેટલાક ભાવાર્થોમાં સૂચિત કરવામાં આવી ગઈ છે-એ જ વાત અહીં સૂત્રકારે સૂત્ર દ્વારા દર્શાવી છે. હવે અહીં કેટલાક નારકીઓની જે દસ પલ્યોપમની સ્થિતિ દર્શાવી છે. તે મધ્યમ સ્થિતિની અપેક્ષાએ કહેવામાં આવી છે. કારણ કે ત્યાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની છે. જેથી ભૂમિમાં નારકીઓનાં દસ લાખ નરકાવાસ છે. તે પહેલી પથ્વીમાં ત્રીસ લાખ છે, બીજી પવીમાં પચીશ લાખ છે, ત્રીજીમાં પંદર લાખ છે, ચોથીમાં દસ લાખ છે, પાંચમીમાં ત્રણ લાખ છે, છઠ્ઠીમાં એક લાખમાં પાંચ ઓછાં છે, અને સાતમીમાં ફકત પાંચ જ નરકાવાસ છે. તે નરકાવાસ સાતે ભૂમિયોની જેટલી જેટલી જાડાઈ કહેવામાં આવી છે, તેના ઉપર તથા નીચેના એક એક હજાર યોજન છોડીને બાકીના મધ્ય ભાગમાં હોય છે. તેનું અધિક વર્ણન અન્ય શાસ્ત્રોમાંથી જાણી શકાય છે. જેથી પવીમાં ઉત્કૃષ્ટ સ્થિતિ દસ સાગરોપમની કહી છે, એ સ્થિતિ પાંચમી નરકમાં
શ્રી સમવાયાંગ સૂત્ર