________________
નથી, તે થવા લાગે છે. પૂર્વભવના જ્ઞાનનું બીજું નામ જાતિસ્મરણ જ્ઞાન છે. સંજ્ઞા પંચેન્દ્રિય જીને જ આ જ્ઞાન થાય છે. દીર્ઘકાલિક ઉપદેશ સંજ્ઞા જેને હોય તેને અહીં સંજ્ઞી ગણવામાં આવેલ છે, કારણ કે સંજ્ઞા ત્રણ પ્રકારની હોય છે. (૧) હેતુવાદ સંજ્ઞા, (૨) દૃષ્ટિવાદ સંજ્ઞા, અને (૩) દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા વિકલેન્દ્રિય જીવને જે સંજ્ઞા થાય છે તેને હેતુવાદ સંજ્ઞા કહે છે. સમ્યગદષ્ટિ જીવને જે સંજ્ઞા થાય છે તેને દૃષ્ટિવાદ સંજ્ઞા કહે છે. તથા સમનસ્ક સંજ્ઞી જીવને જે સંજ્ઞા થાય છે તેને દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞા કહે છે. જાતિસ્મરણ જ્ઞાન એ જ સંજ્ઞાવાળી સંજ્ઞી પંચેન્દ્રિય જીવને થાય છે. દીર્ઘકાલિકોપદેશ સંજ્ઞાવાળા પંચેન્દ્રિય સમનસ્ક જેવો જાતિસમરણ જ્ઞાનથી પિતાનું સંયમરૂપ તથા મેક્ષરૂપ ઉત્તમસ્થાન જાણી લે છે. તે “ત્રીજું ચિત્તસમાધિસ્થાન ગણાય છે. પ્રધાન પરિવારરૂપ દિવ્ય દેવદ્ધિને તથા વિશિષ્ટ શરીરાભરણાદિ દીપ્તિરૂપ દિવ્ય દેવધતિ અને ઉત્તમ વૈક્રિય કરણાદિ પ્રભાવરૂપ દિવ્ય દેવાનું ભાવને જેવાને માટે તે કવાણ પ્રાપ્ત સાધુને અસમંત્પના પૂર્વ (પૂર્વે થયું ન હોય એવું) દેવદર્શન થાય છે. એવી વ્યક્તિઓને દેવ જાતે જ આવીને દર્શન આપે છે. દેવદર્શનને લીધે આગમેત અર્થોમાં તે મહાનુભાવોની શ્રદ્ધા દઢ બને છે. ધર્મ પ્રત્યે અતિશય તથા અત્યંત માન થાય છે તેથી ચિત્તસમાધિ થાય છે. આ રીતે દેવદર્શન રૂપ આ ચોથું સમાધિસ્થાન છે. નિયત દ્રવ્ય, ક્ષેત્ર કાળ અને ભાવ રૂપ અવધિ-મર્યાદાની અપેક્ષાએ લેકોને જાણવાનું તે કલ્યાણ પ્રાપ્ત સાધુને અપૂર્વ (પહેલાં ઉત્પન્ન ન થયું હોય એવું) અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે વિશિષ્ટ જ્ઞાનથી ચિત્તસમાધિ ઉત્પન્ન થાય છે. આ પાંચમું ચિત્તસમાધિસ્થાન છે. વિશિષ્ટ દર્શ. નથી પણ ચિત્તસમાધિ થાય છે એ વાત સૂત્રકાર આ સૂત્ર દ્વારા બતાવે છે. દ્રવ્ય ક્ષેત્ર આદિની મર્યાદાની અપેક્ષાએ તે કલ્યાણ પ્રાપ્ત સાધુ લોકોને જોવાને માટેનું અસમંત્પન્ન પૂર્વ અવધિ દર્શન પ્રાપ્ત કરી લે છે. આ છઠું ચિત્તસમાધિ સ્થાન છે. અઢી દ્વીપ સમુદ્રવતી પાંચેન્દ્રિય પર્યાપ્ત સંગી જીવના મનોગત ભાવેને માટે તે કલ્યાણ પ્રાપ્ત સાધુને અપૂર્વમન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. આ સાતમું ચિત્તસમાધિસ્થાન, છે પરિપૂર્ણ લેકેને જાણવાને માટે સાધુને અપૂર્વ કેવળજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે કેવળજ્ઞાન ચિત્તસમાધિના એક ભેદ રૂપ છે, તેથી તેને ચિત્તસમાધિનું સ્થાન દર્શાવ્યું છે. જો કે કેવલિ ભગવાન અમનસ્ક હોય છે, છતાં પણ તેમનું ચૈતન્ય જ ચિત્તરૂપ છે. તેથી તેમનામાં ચિત્તસમાધિતા ઘટાવી શકાય છે. આ આઠમું ચિત્તસમાધિસ્થાન છે. પરિપૂર્ણ લેકેને જોવાને માટે કેવલિ ભગવાનમાં અપૂર્વ કેવલ દર્શન ઉત્પન્ન થઈ જાય છે. આ નવમું ચિત્તસમાધિસ્થાન છે. સમસ્ત દુઃખને નાશ કરવા માટે કેવ
શ્રી સમવાયાંગ સૂત્ર