________________
બળની સાધનાને માટે ઈદ્રિ તથા અનને જે ઉપા વડે તપાવવામાં આવે છે તે ઉપાયને તપ કહે છે તપના બાહા અને આભ્યન્તર એવા બે ભેદ છે. જે બાહ્ય જીવના જોવામાં આવે તથા જેમાં શારીરિક ક્રિયાની પ્રથાનતા રહે તથા જે બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી યુકત હોય તે બાહ્યતપ છે, અને જેમાં બાહ્ય દ્રવ્યની અપેક્ષા ન હોય અને એ જ કારણે જે બાહ્યજને ની દષ્ટિને વિષય બની ન શકે તે તપને આ ભન્તર તપ કહે છે. બાહ્યતા આભ્યન્તર તપની પુષ્ટિનું કારણ બને છે, છે. બાહ્ય તપની છ ભેદ આ પ્રમાણે છે- (૧) નિયમથી ચાર પ્રકારના આહારને ત્યાગ કરવો તેનું નામ અનશન છે (૨) ભૂખ હોય તેના કરતાં પણ ઓછો આહા૨ લેવો તેનું નામ ઉણીદર્ય છે [૩] ભિક્ષાને સંક્ષેપ કરવો તેનું નામ વૃત્તિ સંક્ષેપ છે, તે ઉક્ષિપ્તા નિક્ષિપ્ત આદિના ભેદથી અનેક પ્રકારનું છે. (૪ ઘા, દૂધ વગેરેને પિરત્યાગ કરવો તેનું નામ રસપરિત્યાગ છે (૫) શીત, ગરમી કે વિવિધ આસનાદિ દ્વારા શરીરને કષ્ટ આપવું તેનું નામ કાયકલેશ છે. તેના વીરાસ , ઉકુટુંકાસન, અને કેશલુંચન આદિ અનેક ભેદ છે. (૬) બાધારહિત એકાન્તસ્થાનમ રહેવું અથવા કાચબાની જેમ ઈનિદ્રાનું ગેપન (આકુચન) કરવું તેનું નામ સં લીનતા છે. આળ્યાન ૨ તપના છ ભેદ આ પ્રમાણે છે--
(૧) ધારણ કરેલ વ્રતમાં પ્રમાદ જનિત દોષેતુ જેનાથી શઘન કરવામાં આવે તેનું નામ પ્રાયશ્ચિત્ત છે તે અલોચના આદિના ભેદથી અનેક પ્રકારનું છે. (૨) જ્ઞાન આદિ સદ્ગુણોમાં બહુમાન રાખવું તેનું નામ વિનય છે. (૩) યોગ્ય સાધનોને એકત્ર કરીને અથવા પોતાની જાતથી ગુરુ આદિ પૂજય જનની સેવા શુશ્રુષા કરવી તેને વૈયાવૃત્ય કહે છે. વિનય અને વૈયાવૃત્યમાં એટલો જ તફાવત છે કે વિનય તો માનસિક ધર્મ છે અને વૈયાવૃત્ય શારીરિક ધર્મ છે. (૪) જ્ઞાનપ્રાપ્તિને માટે વિવિધ પ્રકારને અભ્યાસ કરવો તથા મૂળ સૂત્રોનું અધ્યયન કરવું તેનું નામ સ્વાધ્યાય છે. (૫) ચિત્તના વિક્ષેપને ત્યાગ કરવો તેનું અથવા સૂત્રાર્થનું ચિતન કરવું તે પણ ધ્યાન છે. (૬) અતીચાર આદિના નિવારણ માટે કાર્યોત્સર્ગ કરવો તેને વ્યુ કહે છે. મૂળ શરીરને છેડયા વિના આત્માના પ્રદેશોનું બહાર કાઢવું તેનું નામ સમુદ્રઘાત છે. તે સમુદુઘાત સાત પ્રકારના હોય છે, તેમાં જે કેવલી સમુદુઘાત છે તેનું વર્ણન અહિ કર્યું નથી, કારણકે તે કેવલી સિવાયના છામાં જોવા મળતું નથી. અહીં તે જે છદ્મસ્થ જીવોમાં હોય છે તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેથી તે છ પ્રકાર છે. તે છ પ્રકારે આ પ્રમાણે છે-(૧) તીવ્ર વેદનાને કારણે જે આત્માની પ્રદેશનું બહાર
શ્રી સમવાયાંગ સૂત્ર
૫૧