________________
રૌદ્રધ્યાન કહે છે. ચિત્તમાં કઠોરતાની ઉત્પત્તિ હિંસા, અસત્ય, ચેરી અને પ્રાપ્ત વિષયના સંરક્ષણ, એ ચાર કારણે જ થાય છે, તેથી તેના પણ આ પ્રમાણે ચ ર ભેદ છે-(૧) હિં સાનુબંધી (૨) મૃષાનુબ ધી, (૩) સ્તેયાનુંબંધી, અને સંરક્ષણનુંબંધી. આ ધ્યાન પહેલેથી લઈને પાંચમાં ગુણસ્થાન સુધીના જીવને થાય છે મારા સર્વજ્ઞ ભગવનની આજ્ઞા આદિને ધર્મ કહે છે. તે ધર્મનું વારંવાર ચિંતન કવું તે ધર્મધ્યાન છે. તેના ચાર ભેદ આ પ્રમાણે છે-(૧) આજ્ઞાવિય, (૨) અપાયરિચય, (૩) વિપાકવિય, અને (૪) સંસ્થાન વિચય. એવા
જે શેકને દૂર કરે તેનું નામ સુફલ છે, એ શુકલને વ્યુત્પત્તિલભ્ય અર્થ થાય છે. આ ધ્યાન જ ભાવના ક્ષયનું કારણ છે. ધર્મધ્યાન સાતમાં ગુણસ્થાનથી લઈને બારમાં ગુણસ્થાન સધીના અને શુકલધ્યાન અગિયારમાં ગુસ્થાનથી લઈને ચૌદમાં ગુણસ્થાન સુધીના જીવોને થાય છે. શુકલધ્યાનના આ પ્રમાણે ચાર ભેદ છે– [૧] પૃથફત્વ વિતક સુવિચાર, [૨] એકત્વવિતર્કોવિચાર, [૩] સૂમકિયા અનિવૃત્તિ અને ૪ સમુ છન્ન ક્રિયા અપ્રતિપાતી. તેમનું વિશેષ વર્ણન આગમોમાંથી જાણી શકાય છે. જે કથાઓ ચારિત્રથી વિરૂદ્ધની હોય છે તેમને વિકથા કહે છે. [૧] સ્ત્રી વિષેની કથાને સ્વીકથા કહે છે. [૨] ભોજન વિષેની કથાને ભકતકથા કહે છે. [૩] રાજા સંબંધી કથાને રાજકથા કહે છે અને [૪] દેશ વિષેની કથાને દેશ કથા કહે છે. તે કથાએ સમ્યક ચારિત્રની આરાધનામાં કંઈ પણ રીતે ઉપયોગી નથી, પણ તે કથાઓ ચારિત્રને મલિન કરનારી હોય છે, તેથી જ તેમને વિકથાઓ કહે છે. અસાતવેદનીય અને મોહનીય કર્મના ઉદયથી જીવોને આહાર આદિથી અભિલાષા રૂપ જે પરિણતિ થાય છે તેને સંજ્ઞા કહે છે આહાર સંજ્ઞા આદિ તેના ચાર ભેદ છે. એકે ન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સઘળા છવામાં આહારસંજ્ઞા હોય છે. બંધના ચાર પ્રકાર છે-પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાવબંધ, અને પ્રદેશબધ કર્મવર્ગણ ગ્ય પુદ્ગલેને આત્મપ્રદેશોની સાથે ક્ષીરનીર (દૂધ અને પાણી ની જેમ જે સંબંધ થઈ જાય છે તેને બંધ કહે છે. ગૃહીત કર્મના જ્ઞાનાવરણીય આદિપ જે અંશો છે તે અંશે બંધ પ્રકૃતિબંધ છે. જઘન્ય આદિના ભેદથી યુકત પ્રકૃતિનું આમામાં ભવાની મર્યાદા રૂપથી બંધાવું તેનું નામ સ્થિતિબંધ કરાયેલ પ્રકૃતિનું પોતાની કાળમર્યાદા અનુસાર ઉદયમાં આવવું અને મન્દતીવાદિ રૂપે રસ-ફૂલ-દેવું એ પ્રકારને જે બંધ હોય છે તેનું નામ અનુભાવબંધ છે. કષાય યુકત બનેલ છાના દ્વારા મન વચન આદિ યોગ પ્રણાલીથી ગૃહીત ભિન્ન ભિન્ન સ્વભાવમાં પરિણમતી કર્મ પુદ્ગલ રાશિનું જે અમુક અમુક વિભાગરૂપે વહેંચાઈ જવાનું થાય છે તેનું નામ પ્રદેશબંધ છે, જાસૂ, ૧૫ા
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૫.