________________
સર્વાનુભૂતિ નામના પાંચમાં તીર્થંકર થશે. કાર્તિક, દેવશ્રુતિ નામના છઠ્ઠા જિનદેવ થશે. શંખ, ઉદય નામનાં સાતમાં તીર્થંકર થશે. નન્દ, પેઢાલપુત્ર નામના આઠમાં જિન થશે. સુનન્દ પિદિલ નામના નવમા જિનદેવ થશે. શતક, શતકીતિ નામે દસમાં તીર્થકર થશે. દેવકી, મુનિસુવ્રત નામે અગીયારમાં તીર્થંકર થશે. કૃષ્ણ. અમમ નામે બારમાં તીર્થ કર થશે. સાત્યકિ બળદેવ અને રોહિણું અનુક્રમે સર્વ ભાવવિત્, નિષ્કષાય અને નિપુલાક નામના તેરમાં ચૌદમાં અને પંદરમાં તીર્થંકર થશે. સુલતા, અને રેવતી અનુક્રમે નિર્મમ અને ચિત્રગુપ્ત નામના સેળમાં અને સત્તરમાં તીર્થકર થશે. શતાલિ ભયાલિ અને કૃષ્ણદ્વૈપાયન અનુકમે સમાધિ અને અનિવૃત્તિ નામના ૧૮માં ૧૯માં અને ૨૦ માં તીર્થ કર થશે. નારદ, અમ્બડ, દાસમૃત અને સવાતિબુદ્ધ અનુકમે વિજય, વિમલ, દેવપપાત અને અનન્તવિજય નામના ૨૧માં, બાવીસમાં, તેવી સમાં અને ચોવીસમાં તીર્થ કર થશે. તે ચોવીસ તીર્થકરોના ૨૪ પિતા અને ૨૪ માતા થશે. વૃષભસેન ખાદિની જેમ ચોવીસ પ્રથમ શિષ્ય થશે, બ્રાહ્મી આદિની જેમ ચોવીસ પ્રથમ શિષ્યાએ થશે શ્રેયાંસ આદિની જેમ ૨૪ પ્રથમ ભિક્ષાદાતા થશે. જેની નીચે તીર્થકરોને કેવળજ્ઞાન થાય છે એવા બદ્ધ. વેદિકા યુક્ત વૃક્ષને ચૈત્યવૃક્ષ કહે છે. જેવી રીતે ષભદેવ આદિ તીર્થકરોના ન્યગ્રોધ આદિ ચોવીસ ચૈત્યવૃક્ષે થયાં છે. તે પ્રમાણે ઉપરોકત તિર્થંકરોના પણ ચોવીસ ચૈત્યવૃક્ષો હશે. સૂ. ૨૧૪
શ્રી સમવાયાંગ સૂત્ર
૪૯૬