________________
આદિથી રહિત હોવાને કારણે નિર્મળરૂપે શેભે છે તેમ આ વિમાનાવાસો પણ નિમેળ હોવાથી શોભે છે. આ વિમાનાવાસના લઘુ શિખરો મણિ અને કનકના બનેલાં હોય છે, વિકસિત શતદલવાળાં કમળથી, પંડોથી અને રત્નમય અર્ધચ દ્રોથી તે વિમાનાવાસની શોભા અપૂર્વ લાગે છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે. વિમાનાવાસોનાં દ્વાર આદિ ઉપર વિકસિત શત પાખડીવાળાં કમળ ચીતરેલાં છે, દિવાલ આદિ ઉપર તિલક તાણેલ છે. તથા દ્વારના અગ્રભાગ આદિ ઉપર રત્નમય અર્ધચન્દ્ર આલેખેલા છે. તેથી તેમની શોભા અવર્ણનીય લાગે છે. તે વિમાનાવાશે અંદર તથા બહાર તદ્દન સુંવાળા હોય છે. તેમનાં આંગણાં તપનીય વાલુકા-સુવ ર્ણની રજ–નાં બનેલા છે. તેમનો સ્પર્શ અતિ સુખદાયક લાગે છે. તેઓ સશ્રીકશેભાયમાન છે. “પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ” એ પદના અર્થ આગળ આપી દીધા છે.
હે ભદન્ત ! વૈમાનિકદેવના આવાસ કેટલા છે? પુન્યશાળી જીવ જેમને વિવિધ રીતે ઉપભોગ કરે છે તેનું નામ વિમાન છે. તે વિમાનમાં ઉત્પન્ન થનારા દેને વૈમાનિકદેવે કહે છે. ગૌતમ સ્વામીએ ઉપરોકત વૈમાનિકદેવ વિષે આ પ્રશ્ન મહાવીર પ્રભુને પૂછે છે. ઉત્તર– ગૌતમ ! આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમરમણીય ભૂમિ ભાગથી ઉપર ચન્દ્ર, સૂર્ય, ગ્રહગણ, નક્ષત્ર અને તારાઓને ઓળંગીને એટલે કે તિક્ષકને પાર કરીને ઘણુ યોજન, સેંકડો જન, હજારે યોજન, લાખે યોજન, કરોડો યોજન, કોટાનકોટી એજન, તથા અસંખ્યાત ફોડા-દોડી જન ઊંચે જતાં વૈમાનિકદેવના સૌધર્મ, ઇશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાન્તક, મહાશુક, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અચુત, એ ૧૨ દેવલોકમાં, તથા ૯ કૈવયકોમાં અને પાંચ અનુત્તરવિમાનોમાં મળીને ચેર્યાસી લાખ સત્તાણું હજાર તેવીસ (૮૪૯૭૦૨૩) વિમાને છે, એવું ભગવાને ભાખેલ છે. તે વિમાનની પ્રભા સૂર્ય સમાન છે. તેમની કાન્તિ પ્રકાશરાશિથી યુકત સૂર્યની
શ્રી સમવાયાંગ સૂત્ર
૩૯૬