SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ નિગમનયના બે ભેદ છે-(૧) સાંગ્રહિક (૨) અસાંગ્રહિક. તેમને જે સાગ્રહિક નગમનાય છે તેનો સમાવેશ સંગ્રહનયમાં થાય છે અને અસાંગ્રહિક નૈગમનયનો સમાવેશ વ્યવહારનયમાં થાય છે. શબ્દ, સમભિરૂઢ, અને એવંભૂત એ ત્રણ નય શબ્દપ્રધાન હોવાથી એક શબ્દનયરૂપ જ છે. આ રીતે સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર અને શબ્દ, એ ચાર નથી યુકત ૬ છ પરિકર્મ નય ચારધારા પ્રમાણે સ્વસામયિક છે. સાત પરિક વૈરાશિકમત સંમત છે. આજીવિકેને જ ઐરાશિક કહે છે કારણ કે તેઓ બધાં પ્રત્યેક પદાર્થને ત્રણ રૂપમાં માને છે. તેમના મત પ્રમાણે જીવ, અજીવ, જીવાજીવ; લેક, અલેક, લોકલેક; સત, અસત, સદસત્ એ પ્રમાણે ત્રવિધરૂપે પદાર્થ વ્યવસ્થા છે. તથા તેઓ ત્રણ પ્રકારના નયને માને છે– ૧) દ્રવ્યા ર્થકન, પર્યાયાર્થિકનય, અને ઉભય થિકનય. આ પ્રમાણે પૂર્વાપરને જોડી દેવાથી તે સાતે પરિકર્મ ૮૩ ત્યાસી પ્રકારનાં છે. એટલે કે સિદ્ધશ્રેણિકા પરિકમના ૧૪ ચૌદ પ્રકાર, મનુષ્યશ્રેણિકા પરિકમના ૧૪ પ્રકાર, અને બાકીના પાંચે પરિકમના પંચાવન પ્રકારને સરવાળે ૮૩ ત્યાસી થાય છે. હવે દૃષ્ટિવાદનાબીજા ભેદનું સ્વરૂપ જાણવાને માટે શિષ્ય પૂછે છે- હે ભદન્ત ! સૂત્ર નામના દષ્ટિવાદના બીજા ભેદનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-સમસ્ત દ્રવ્યોની, તેમની પર્યાયની, અને નાની સૂચના કરનારા હેવાથી સૂત્ર ૮૮ અઠયાસી પ્રકારનાં છે. તે પ્રકારે આ પ્રમાણે છે–(૧) ઋજુક, (૨) પરિણતા પરિણત, (૩) બહુભ ગિક, (૪) વિપ્રત્યયિક, (પ) અનંતર, (૬) પરસ્પર સમાન, (૭) સંયુથ, ૮) સ ભિન્ન, (૯)યથા. ત્યાગ-યથાવાદ, (૧૦) સૌવસ્તિક, (૧૧) ઘંટ, (૧૨) નંદાવર્તા, (૧૩) બહુલ, (૧૪) પૃષ્ટપૃષ્ટ, (૧૫) વ્યાવર્ત, (૧૬) એવંભૂત, (૧૭) દ્વિકાર્ત, (૧૮) વર્તમાનત્પાદ, (૧૯) સમભિરૂઢ, (૨૦) સર્વભદ્ર, (૨૧) પ્રણામ અને (રર) દુપ્રતિગ્રહ, આ બાવીસ સૂત્રો સ્વસમયસૂત્રપરિપાટી પ્રમાણે એટલે કે જિનસિદ્ધાંત અનુસાર વિચ્છેદનયિક છે. અને એ જ બાવીસ સૂત્રે આજીવિકસૂત્ર પરિપ ટી અનુસાર અછિન્ન છેદાયિક છે. જે નય પ્રમાણે સૂત્રને દ્વિતીય આદિ લેકની અપેક્ષા રહિત માનવામાં આવે છે તે નયને છિન્નઇનય કહે છે. તે નયથી યુકત જે સૂત્ર હોય છે તેમને છિન્નછેદનયિકસૂત્ર કહે છે. જેમ કે “પોમંત્રવિદ' ઇત્યાદિ સૂત્રે છિન્નછેદનયિકા છે. સૂત્રાથની અપેક્ષાએ આ પ્રત્યેક શ્લોક બીજા સ્લેકની અપેક્ષા રાખતે નથી. જે લૈક સૂત્રાર્થની અપેક્ષાએ દ્વિતીય આદિ લોકની અપેક્ષા રાખે છે તે અછિન્ન છેદનયિક કહેવાય છે. આ અછિન છેદનયની અપેક્ષાએ “ધ બંગણ નહિ આ પહેલો શ્લેક બીજા આદિ શ્લોકની અને દ્વિતીયાદિ ગ્લૅક પહેલા કની અપેક્ષા રાખે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કાદિક બાવીસ સૂત્રે શ્રી સમવાયાંગ સૂત્ર ૩૫૯
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy