SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ વગેરે પાપકર્મોમાં આસકત થવાથી, તથા લાંબા કાળ સુધી આત્મામાં રહેલા અતિશય તીવ્ર ક્રોધ, માન, માયા. લેભ, આદિ કષાયથી તથા ઈન્દ્રિયની પ્રમત્ત દશાથી વિષયવિલાસમાં લીન રહેવાથી, તથા પ્રાણાતિપાત આદિ પાપમાં મન, વચન, અને કાયાની પ્રવૃત્તિથી, અશુભ આમપરિણામથી ઉપાર્જિત પાપકર્મોને પાપાનુભાગ ફલવિપાક–ફલોદય અશુભ રસવાળો હોય છે. તથા નરકગતિ અને તિર્યંચગતિમાં અનેક પ્રકારના દુઓની પરંપરાથી જકડાયેલા છને મનુષ્યભવ મળ્યા પછી પણ બાકીનાં પાપકર્મોના ઉદયથી કે કે અશુભસવાળે કર્મોદય થાય છે તે બતાવ્યું છે. હવે સૂત્રકાર પાપકર્મોના ફલરૂપ વિપાક કે હેય છે તે વાત “વાવ ” આદિ પદ દ્વારા બતાવે છે–ખડગ આદિ દ્વારા છેદન, અંડકોશોને વિનાશ, નાક, કાન, હોઠ, આંગળાં, હાથ, પગ અને નખનું છેદન, જિભ કાપી નાખવાનું, તપાવેલા સળિયા દ્વારા આંખ ફડવાનું, વાંસ આદિનાં લાકડાથી ઢાંકી દઈને અન્ય હત્યારાઓ દ્વારા જીવતા સળગાવી નાંખવાનું, હાથીના પગ તળે કચરીને અંગ ઉપાંગના ચૂરેચૂરે કરાવવાનું, શરીરને વિદારવાનું, વૃક્ષની શાખાઓ પર લટકાવવાનું શૂલ-એક પ્રકારના શસ્ત્રથી તથા લતા-ચાબુક-થી, વાંસ આદિની પાતળી સેટીઓ દ્વારા તથા ઘણા મજબૂત દંડાઓ દ્વારા બૂરી રીતે માર ખાવાનું, ઓગાળેલા તાબા અને સીસાને રસ તથા ઉકાળેલા ગરમાગરમ તેલને શરીર પર છાંટવાનું, કુંભીપાક નામના પાત્રમાં રંધાવાનું, ઠંડીના વખતે શરીર પર બરફ જેવાં ઠંડા પાણીના સિંચનનુ, દોરડાં અથવા સાકળ વડે શરીરને જકડીને બાંધી દેવાનું, ભાલા આદિ શસ્ત્રો વડે શરીરને વીંધવાનું, પાપીના શરીરની જીવતા ચામડી ઉખાડવાનું, પગથારપીવા” અને બીજાને ભય પમાડવાને માટે પાપીજનોના હાથ વસ્ત્રોથી લપેટીને તેના પર ઘાતેલ છાંટીને તેમને બાળવાનું, વગેરે પ્રકારના અસહ્ય અને અનુપમ દુઃખે ભેગવવારૂપ ફલ-વિપાક આ અંગમાં વર્ણવ્યો છે. પ્રચુર અને અનેકવિધ એવી દુઃખ પરંપરાથી જકડાયેલે જીવ પાપરૂપ કર્મવલ્લીમાંથી છૂટી શકતો નથી, એટલે કે અનેક પ્રકારની અને અતિશય દુખશ્રેણિને અનુભવ કરવા છતા પણ તે પાપી જીવ તે અશુભકર્મોનું પૂરેપૂરું ફળ ભોગવ્યા પહેલાં તેમાંથી છુટકારો મેળવી શકતા નથી. સૂત્રકારે એ જ વાત “યત્તારૂચિ જોવો આ પદે દ્વારા દર્શાવી છે. એટલે કે જયાં સુધી જીવ કર્મનું પૂરેપૂરું ફળ ભોગવી લેતે નથી ત્યાં સુધી તે જીવને કર્મોમાંથી છુટકારો થતું નથી. વચ્ચે જ કર્મના ફળથી મુક્ત થવાને જે કંઈ પણ ઉપાય હોય તે તે ફકત તપ જ છે-સૂત્રકારે એ જ વિષયને આ સૂત્રાંશ દ્વારા પ્રગટ કર્યો છે—તેઓ કહે છે કે અહિંસક ચિત્તવૃત્તિરૂપ ધૈર્યથી કટિબદ્ધ થયેલ વ્યકિત તપસ્યા દ્વારા નિકાચિત કર્મ સિવાયના શ્રી સમવાયાંગ સૂત્ર ३४०
SR No.006414
Book TitleAgam 04 Ang 04 Samvayang Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy