________________
પરિણામથી થનાર અનુભાગ પ્રકૃષ્ટ (બળવાની હોય છે અને અશુભ અનુભાગ નિકૃષ્ટ (નબળ) હોય છે એ જ પ્રમાણે પ્રકૃષ્ટ અશુભ પરિણામથી બંધાનાર અશુભ અનુભાગ પ્રકૃષ્ટ હોય છે અને શુભ અનુભાગ નિકૃષ્ટ હોય છે. એ જ પ્રમાણે સ્થિતિબંધમાં પણ એ જ વાત સમજવાની છે. આ રીતે પુણ્ય પાપ પ્રકૃતિમાં ભિન્નતા હોવા છતાં પણ શાસ્ત્રકારે જે એકતા દર્શાવી છે તે પુણ્યત્વ અને પાપત્વ રૂપ સામાન્યની અપેક્ષાએ દર્શાવેલ છે.૧૧૧૨૫
બંધમોક્ષ કાનિરૂપણ
જે વંદે, “જે મેં રૂતિબંધ એક છે, મોક્ષ એક છે. જીવ કષાય યુકત થાય છે તે કષાયના સદ્ભાવથી કર્મનાં યોગ્ય પુદ્ગલેને ગ્રહણ કરે છે, તેને બંધ કહે છે. તે બંધ એક છે. જો કે પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, પ્રદેશબધ અને અનુભાગબંધ, એ રીતે બંધના ચાર ભેદ પડે છે, છતાં પણ સામાન્યની અપેક્ષાએ તે એક છે. અથવા દ્રવ્યબંધ અને ભાવબંધ નામના પણ તેના બે ભેદ છે. નિગડ આદિથી જે બંધ બંધાય છે. તે દ્રબંધ છે, તથા કર્મપુદ્ગલેને અને આત્મપ્રદેશને જે એક ક્ષેત્રાવહાગ રૂપે સંશ્લેષ થાય છે તે ભાવબંધ છે. આ પ્રમાણે બે પ્રકારના બંધ હોવા છતાં પણ સમાન્યની અપેક્ષાએ ખંધ એક જ છે ૧૩
કર્મરૂપી બંધનથી આત્માનું અલગ થવું તે મેક્ષ કહેવાય છે, તે મેક્ષ પણ જ્ઞાનાવરણીય આદિ આઠ કમાંથી તે તે કર્મોના છૂટવાને લીધે આઠ પ્રકારને છે. પણ મુકત થવા રૂ૫ સામાન્યની અપેક્ષાએ તે એક પ્રકારનો જ છે. અથવા દ્રવ્ય અને ભાવ, એ બે ભેદથી મોક્ષ બે પ્રકારને પણ છે, છતાં મેક્ષ સામાન્યની અપેક્ષાએ એક પ્રકારને જ છે. તેમાં ભેદ નથી. અથવા જીવની મુકિત એક વાર જ થાય છે. વારં વાર નહીં તેથી પ્રત્યેક જીવને એક એક જ મેક્ષ છે. મુકત થયેલ જીવને ફરી મોક્ષને અભાવ હોય છે. તે અપેક્ષાએ મોક્ષ એક જ છે. ૧૪
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્ર દ્વારા બંધ અને મેક્ષમાં સામાન્યની અપેક્ષાઓ એકતા
શ્રી સમવાયાંગ સૂત્ર