________________
મર્થ બની ગઈ છે, એ વિષયનું આ અંગમાં વર્ણન આવે છે. તથા સુધા, પિપાસા આદિ અસહ્ય કષ્ટોથી જેઓ પરાજિત થઈ ગયા છે-શક્તિરહિત બની ગયા છે, અને તે કારણે જેમણે ધારણ કરેલ સંયમઆરાધનાના કાર્યને પરિત્યાગ કર્યો છે, અને જેઓ સિદ્ધાલય–મોક્ષના સમ્યગદર્શન, સમ્યગૃજ્ઞાન અને સમ્યફરિત્રરૂપ માર્ગથી વિમુખ થઈ ગયા છે, તેમનું વર્ણન આ અંગમાં કરાયું છે, તથા જે. નિઃસાર વિષયસુખ ભોગવવાની આશાને અધીન થવાને કારણે ઉત્પન્ન થયેલા દેથી મૂછિત થઈ ગયા છે, તથા જેમણે સમ્યચરિત્ર, જ્ઞાન અને દર્શનની વિરાધના કરી છે, અને વિવિધ પ્રકારના મૂળ તથા ઉત્તરગુણોથી જે રહિત બની ગયા છે, અને એ કારણે જેઓ ક્ષાત્યાદિના અભાવે તે યતિગુણથી બિલકુલ રહિત બની ગયા છે. તેમનું વર્ણન આ અંગમાં કરવામાં આવ્યું છે તથા એવા જેને આ ચાર ગતિવાળા સંસારમાં અનંત દુઃખયુકત દુર્ગતિ જમેન-નારક, તિર્ય ચ કુમનુષ્ય, અને કુદેવમાં ઉત્પન્ન થવાની–વિવિધ પ્રકારની પરંપરાનો વિસ્તાર થાય છે. તેનું તાત્પર્ય એ છે કે–જે છે દીક્ષા લઈને સંયમની વિરાધના કરે છે તેમને અનંતકાળ સુધી ભવભ્રમણ કરવું પડે છે. આ વિષયનું આ અંગમાં વર્ણન થયું છે, તથા જેઓ સંયમમાર્ગેથી ચલાયમાન થતા નથી એવા મહાશકિતશાળી પુરુ
નું વર્ણન આ અંગમાં થયું છે. એ મહાશકિતશાળી પુરુષો પોતાના માર્ગમાં આવતા પરીષહ અને કષાયોની સેનાઓ પર વિજ્ય મેળવે છે, અભીષ્ટના સાધક હોવાને લીધે જેઓ ધર્યને જ પિતાનું સર્વોત્તમ ધન માને છે, સંયમનું નિરંતર પાલન કરવાને માટે જેઓ દૃઢનિશ્ચયી છે, તથા જે સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિ ત્રરૂપ રોગનું સારી રીતે સેવન કરી ચુક્યા છે, માયા, નિદાન અને મિથ્યા, એ ત્રણ શલ્યથી તથા અતીયારોથી રહિત મોક્ષમાર્ગની તરફ આગળ વધવાને જે કટિબદ્ધ થયેલ છે, એવા જીને દેવેની ગતીમાં વિમાન સંબંધી જે અનુપમ સુખ મળે છે, તેનું આ અંગમાં વર્ણન કર્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે સંયમની આરાધના કરનાર જીવ વૈમાનિક દેવોમાં જન્મ લે છે. ત્યાંના એ પ્રસિદ્ધ દિવ્ય અતમ ભોગોને-પ્રચુરતર મનવાંછિત શબ્દાદિક વિષયને લાંબા કાળ સુધી ભગવાને ત્યાંનું આયુષ્ય પૂરું થતાં ત્યાંથી ચવીને જ્યારે તેઓ મનુષ્યભવ પામે છે ત્યારે મેક્ષમાગ પ્રાપ્ત કરવાને પ્રવૃત્ત થાય છે અને આખરે તેઓને મેક્ષલાભ મળે છે,
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૯૮