________________
પ્રમાણપર, અને સુનિશ્ચિત ગુણવાળા આનુપૂર્વી આદિરૂપ ઉપકમ પર સ્પષ્ટતાપૂર્વક પ્રકાશ ફેંકવામાં આવ્યું છે. સમજણ પાડવામાં આવી છે. ઉપરોકત બાબતની આગળ “વિવિધક્કાર વિશેષણ લગાડવાનું છે. તેનું તાત્પર્ય એ છે કે વિવિધ પ્રકારનાં દ્રવ્ય પર, વિવિધ પ્રકારના જ્ઞાનાદિક ગુણ આદિક પર એ ઉત્તરમાં સુપષ્ટ પ્રકાશ ફેંકવામાં આવ્યું છે. દ્રવ્યાદિક એક પ્રકારના નથી પણ અનેક પ્રકારના છે, તેથી તે વાત સિદ્ધ થાય છે. આ પ્રશ્નોત્તરો દ્વારા “મારો પરિવા? લેક અને અલકની સ્પષ્ટતા થઈ જાય છે. આ પ્રશ્નોત્તરમાં એ સામર્થ રહેલું છે. કે તેમને હૃદયંગમ કરનાર જી વિસ્તીર્ણ સંસારસાગરને તરી જાય છે. એટલે કે તેમને હદયમાં ઉતારનાર જીવોને માટે તે પ્રશ્નોત્તર સંસારસાગરને પાર કરવાની શકિત આપનાર છે. “” આ દેશી શબ્દ છે અને તે વિશાળ અર્થ ધરાવે છે. આ પ્રશ્નોત્તરોની ઈન્દ્રાદિક દેવોએ પણ પ્રશંસા કરી છે. ભવ્ય જીવોએ અંતઃકરણથી તેના વખાણ કર્યા છે. જીવોના અજ્ઞાન અને પાપને તે નાશ કરનારા છે સારી રીતે નિર્ણિત થયેલા હોવાથી તેઓ સકળતત્વના પ્રકાશક હોવાથી દીપકસમાન છે. ફરા-વિતકરૂપબુદ્ધિ, નત્તિ-નિશ્ચયરૂપ બુદ્ધિ, અને ઔત્પતિકી આદિ ચાર પ્રકારની બુદ્ધિની તે પ્રશ્નોત્તર સારી રીતે વૃદ્ધિ કરનાર છે. આ વ્યાખ્યાપ્રાપ્તિ અંગની સંખ્યાત વાચનાઓ છે, સંખ્યાત અનુગ દ્વાર છે. સંખ્યાત વેષ્ટક છે સંખ્યાત
સ્લો છે, સંખ્યાત નતિયો છે, અને સંખ્યાત પ્રતિપત્તિ છે, અંગોની અક્ષિાએ તે પાંચમું અંગ છે. તેમાં એક શ્રેતરકિંધ અને એક કરતાં વધારે અધ્યયન છે દસ હજાર ઉદ્દેશક છે અને દસ હજાર સમુદ્દેશક છે તેમ અન્યદ્વારા પૂછાયેલા તથા ભગવાન દ્વારા જેના ઉત્તર અપાયા છે તેવાં છત્રીસ હજાર પ્રશ્નો. ત્તરૂપ વ્યાકરણે છે. તેમાં પદોનું પ્રમાણુ બે લાખ અઠયાસી હજાર (૨૮૮૦ ૦૦) નું છે. તેમાં સંખ્યાત અક્ષરો છે, અનંત ગમ છે. અનંત પર્યાય છે, અસંખ્યાત ત્રસ છે અને અનંત સ્થાવર છે ઉપરોકત સમસ્ત ભાવ શાશ્વત નિત્ય) છે, કૃત (અનિત્ય) છે નિબદ્ધ અને નિકાચિત છે, આ સ્વરૂપ જનેશ્વર ભગવાને કહેલ છે. એ બધા ભાવો આ અંગમાં કહેલ છે, પ્રજ્ઞાપિત કરાયા છે, પ્રરૂપિત કરાયા છે, દર્શિત કરાયા છે, નિદર્શિત કરાયા છે અને ઉપદર્શિત કરાયા છે. જે જીવ આ અંગનો અભ્યાસ કરે છે તેને આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે અને જ્ઞાતા અને વિજ્ઞાતાનું સ્વરૂપ કેવું હોય છે તે પણ જાણવા મળે છે. ઉપર્યુકત પ્રકારે આ અંગમાં ચરણપ્રરૂપણું અને કરણપ્રરૂપણ કરવામાં આવી છે. બાકીના પદોનો અર્થ
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૮૯