________________
અવિભાજય અંશ-ભાગ છે. તે પરમાણું અને પ્રદેશમાં ભેદ કેમ પાડવામાં આવ્યું છે ? તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે—જે પરમ ણુની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તે પુદ્ગલ પરમાણું અને પ્રદેશમાં કઈ તફાવત નથી, પણ જે રીતે પરમાણું પિતાના સકંધથી અલગ થઈ શકે છે તે પ્રમાણે પ્રદેશ પોતાના સ્કંધથી અલગ થઈ શકતું નથી. અનાત્મદ્રવ્યમાં પરિમિતત્વરૂપ એક દ્રવ્યર્થતાની અપેક્ષાએ જે એકત્વ પ્રગટ કર્યું છે તેનું તાત્પર્ય નીચે પ્રમાણે છે–જૈન સિદ્ધાંતની પ્રક્રિયા પ્રમાણે સઘળી અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ વાળી છે પ્રત્યેક વસ્તુમાં બે અંશ મે જૂદ હોય છે એક અંશ એ છે કે જે ત્રણ કાળમાં શાશ્વત રહે છે અને બીજે અંશ એવો છે કે જે અશાશ્વત રહે છે. શાશ્વત અંશને કારણે વસ્તુમાં ધ્રૌવ્ય રૂપની પ્રતીતિ થાય છે અને અશાશ્વત અંશને કારણે ઉત્પાદ અને વ્યય રૂપની સંગતિ થાય છે એટલે કે ઉત્પાદ અને યય એ બને ધમ વસ્તુમાં અશાશ્વત અંશને લીધે થાય છે. એવી કઈ પણ વસ્તુ નથી કે જે તદ્દન શાશ્વત હોય કે તદ્દન અશાશ્વત હોય, કે તેને છેડે અંશ સર્વથા નિત્ય હોય કે થોડે અંશ સવથા અનિત્ય હોય જ્યારે વસ્તુમાં રહેલ એ બને અશોમાંથી કેઈ એક અંશ તરફ વિચારકની દૃષ્ટિ જાય છે ત્યારે તે વસ્તુ કાંતે સ્થિર રૂપ લાગે છે અથવા અસ્થિર રૂપ લાગે છે તે એમ કરવા માત્રથી જ તે વસ્તુનું પૂર્ણ યથાર્થ રૂપ જાણી શકાતું નથી તે જાણવા માટે તે બને અંશો તરફ દૃષ્ટિ પડવી જોઈએ. એનું નામ જ પરિમિનિત્ય છે. અને તે પરિણમન દરેક સમયે ચાલ્યા કરે છે–આ પરિણ મનથી કઈ પણ વસ્તુ કઈ પણ સમયે અલિપ્ત રહી શકતી નથી તેથી તે પરિણમનની અપેક્ષાએ સમસ્ત અનાત્મ પદાર્થ એક છે.
પરિણામ બે પ્રકારના હોય છે-સદૃશ પરિણમન (સમાન પરિણમન) અને વિસદૃશ પરિણમન (અસમાન પરિણમન) જીવ અને પુદગલ એ બને દ્રવ્યમાં બને પ્રકારનાં પરિણમન થયા કરે છે. પણ ધર્માસ્તિકાય આદિ દ્રવ્યમાં ફકત વિસદંશ પરિ. સુમન થતું નથીતે દૃષ્ટિએ જોતાં ધર્માસ્તિકાયાદિક દ્રવ્ય પોતપોતાના સદશ પરિણામનની અપેક્ષાએ અન્ય ભિન્ન ભિન્ન છે છતાં પણ તે બધામાં અનુપગરૂપ એક સ્વભાવતા હોવાથી તે દષ્ટિએ જોતાં તે બધાં એક જ છે એજ ટીકાકારના કથનનું તાત્પર્ય છે. આ રીતે ભાવાર્થ દ્વારા પ્રદેશ, પરિમિનિત્યત્વ, અને સદશ પરિણમન ઉપર સંક્ષિપ્ત વિવેચન કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે અનાત્મદ્રવ્યમાં એકત્વના બોધક પરિણામિરૂપ એક દ્રવ્યત્વ અને અનુપયોગરૂપ એક સ્વભાવત્વ છે, તે વાતની પ્રતીતિ થાય છે. સૂ. રા
શ્રી સમવાયાંગ સૂત્ર
૨૧