________________
જંબૂસ્વામીને “સમવાયાંગમાં કયા કયા વિષયનું પ્રતિપાદન કરાયુ છે” એ વાતને સમજાવવાને માટે સૌથી પહેલાં તેમને એ બતાવે છે કે આ અંગમાં જે કોઈ વિષ વનું હું પ્રતિપાદન કરીશ. તે ભગવાનના મુખારવિન્દમાંથી મેં જે રીતે સાંભળેલ છે તે પ્રમાણે જ કહીશ. મારૂ પિતાનું તેમાં કંઈ પણ ઉમેરીશ નહીં. સુધર્માસ્વામીએ તેમને “આયુષ્યના શબ્દથી જે સંધ્યા છે તેથી એ વાત પ્રગટ થાય છે કે જબૂસ્વામી અત્યંત વિનયી હતા. પિતાના વિનીત શિષ્ય પ્રત્યે પ્રત્યેક ગુરુજનની એવી ભાવના રહે છે કે અમારો શિષ્ય અશેષશ્રતજ્ઞાનના ઉપદેશનું શ્રવણ કરવાને
ગ્ય બને, તેને પિતાના હદયમાં ઉતારવાને શક્તિમાન બને, તેની સ્મૃતિ એટલી બધી વિકસે કે તે ગ્રહણ કરેલ ઉપદેશને ભૂલી ન જાય, તેના અંતઃકરણમાં હંમેશાં તેની ધારણ કાયમ રહે નિરતિચાર રત્નત્રયની આરાધના કરવામાં તે નિપુણ બને, અને મોક્ષ પ્રાપ્ત કરવા માટેની તેનામાં વધારેમાં વધારે યોગ્યતાને વિકાસ થાય. કુદરતને એ નિયમ છે કે સાચી ભાવનાની અસર અવશ્ય થાય છે એવું જ બન્યું ગુરુમહારાજની સાચી ભાવનાના પ્રભાવે જ બૂસ્વામીને તેને રેગ્ય બનાવી દીધા–તેમણે એ જ ભવમાં મોક્ષની પ્રાપ્તિ કરી લીધી. “મા” શબ્દના દસ અર્થ બતાવીને સૂત્રકારે ભગવાન શબ્દને વ્યુત્પત્તિલભ્ય અર્થ કરેલ છે. “મા” શબ્દના એ અર્થોથી જે યુકત હોય છે તેઓ જ ભગવાન કહેવાય છે. શબ્દ અને તેમનો અર્થ અનાદિ છે. તે કોઈના વડે કરાયેલ નથી પણ તીર્થકર ભગવાન તે અથરૂપ આગમના ઉપદેષ્ટા હોય છે, તે અપેક્ષાએ તેમને તે અર્થરૂપ આગમના કર્તા માનવામાં આવે છે. તીર્થ કરે વડે ઉપદેશાવેલ તે અર્થરૂપ આગમને આધારે જ મેધાવી ગણધરે મૂલરૂપ આગમની રચના કરે છે. તેથી પર્યાયાર્થિક નયની અપેક્ષાએ આદિમાન હોવા છતાં પણ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આગમને અનાદિ કહેવામાં આવે છે. આ સૂત્રમાં આવેલ “જે જે પદે તે ગણધરોની પરંપરાથી ચાલતી આવતી તે રૂઢિના સૂચક છે કે જ્યારે તેઓ પોતાના શિષ્યો વડે પૂછાતાં મોક્ષમાગને ઉપદેશ દે છે ત્યારે સૌથી પહેલાં તેમને તેઓ એ પ્રમાણે “સુ ” જ કહે છે. તેથી તેમનાં વચનેમાં પ્રમાણુતા અને શ્રધેયતા આવી જાય છે. સૂ. ૧
શ્રી સમવાયાંગ સૂત્ર
૧૬