________________
“વિદે રાજwળે” ઇત્યાદિ–
આ સૂત્રની વ્યાખ્યા આ પ્રમાણે પણ કરી શકાય છે– સરોગસમ્યગ્દર્શન આ પદથી સરાગસમ્યગદર્શનવાળા પુરુષને ગ્રહણ કરવામાં આવે તે તે સરાગસમ્યગ્દર્શનવાળા પુરુષના પણ નિસર્ગરુચિવાળે ઇત્યાદિ દસ પ્રકાર પડે છે. જેમાં મેહ ઉપશાન્ત થયે નથી પણ ક્ષીણ જ થયે છે એવા સમ્યગ્દર્શનને સરાગ સમ્યગ્રદર્શન કહે છે. એવા સરોગસમ્યગ્દર્શનવાળા પુરુષના નીચે પ્રમાણે દસ પ્રકાર પડે છે–
(૧) નિસર્ગ રુચિવાળો-જે પુરુષમાં તત્વાભિલાષારૂપ રુચિને સ્વભાવથી જ નૈસર્ગિક રીતે જ સદ્ભાવ હોય છે–જાતિસ્મરણ આદિ રૂપ સ્વમતિ દ્વારા જ્ઞાત જીવ, અજીવ આદિ પદાર્થોમાં જે રુચિયુક્ત હોય છે. એવા પુરુષને નિસર્ગ રુચિથી યુક્ત સરાગસમ્યગ્દર્શનવાળે કહે છે. કહ્યું પણ છે કે
જો નિહિ મારેઈત્યાદિ–
જે પુરુષ એવી શ્રદ્ધા રાખે છે કે જીવાદિક પદાર્થોનું જેવું સવરૂપ જિનેન્દ્ર દેએ કહ્યું છે એવું જ સ્વરૂપ છે. કેઈ બીજા પ્રકારનું તેમનું સ્વરૂપ હાઈ શકે જ નહીં. આ પ્રકારની રુચિનું નામ નિસર્ગરુચિ છે. આ પ્રકારની રુચિને જે પુરુષમાં સદૂભાવ હોય છે તે પુરુષને નિસર્ગરુચિવાળ કહે છે.
ઉપદેશરુચિ-તીર્થકર, ગણધર, ગુરુ આદિ આસપુરુષનાં વચન સાંભળીને જે પુરુષમાં જીવાદિક પદાર્થો પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે તે પુરુષને ઉપદેશરુચિવાળે કહે છે. એટલે કે જીવ તીર્થંકર પ્રરૂપિત જીવાદિક પદાર્થો પ્રત્યે તીર્થકર ગણધર ગુરુ આદિના ઉપદેશથી શ્રદ્ધાભાવવાળો થાય છે તે જીવને ઉપદેશરુચિવાળે કહે છે. કહ્યું પણ છે –“પણ જૈવ ૩ મારે” ઈત્યાદિ
આજ્ઞારૂચિ-સર્વજ્ઞોના વચનરૂપ આજ્ઞા પ્રત્યે જેને રૂચિ હોય છે. એવા પુરુષને આજ્ઞારુચિવાળ સમ્યગ્દષ્ટિ કહે છે. એવા આજ્ઞારુચિવાળા જીવના રાગદ્વેષ અને મિથ્યાજ્ઞાન ક્ષીણ થઈ ગયા હોય છે અને તે કદાહથી રહિત હોવાને કારણે આચાર્યાર્દિકના ઉપદેશ દ્વારા જ-આજ્ઞારૂપ ઉપદેશ દ્વારા જ-માષ, તુષ આદિ પ્રત્યક્ષ પદાર્થોની જેમ જીવાદિક પદાર્થો પ્રત્યે પણ શ્રદ્ધા રાખતા થાય છે. કહ્યું પણ છે કે –“રાજો રોલ મોણો” ઈત્યાદિ.
સૂત્રરુચિ-આગમ દ્વારા જે જીવમાં જિનક્તિ ત પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય છે તે જીવને સૂત્રરુચિવાળ કહે છે. એટલે કે જે છે બાર અંગરૂપ સૂત્રને આધારે જ સમ્યકત્વની પ્રાપ્તિ કરે છે એવા જીવને સૂત્રરુચિરૂપ સમ્યકવવાળે કહે છે. કહ્યું પણ છે કે –“નો સુરમન્નિતિોઈત્યાદિ.
એટલે કે અંગપ્રવિણ શ્રતનું અથવા અંગ બાહ્યરૂપ શ્રતનું અધ્યયન કરીને જે જીવ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી લે છે તે જીવને સૂત્રરુચિવાળે કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૫