________________
શ્રોત્રેન્દ્રિયમાં પિતાના વિષયને ગ્રહણ કરવાનું સામર્થ્ય હોય છે તેને શ્રોત્રેન્દ્રિયબળ કહે છે. અહીં “યાવત્ (પર્યત)” પદથી “ચક્ષુરિન્દ્રિયબળ, ધ્રાણેન્દ્રિયખળ અને રસનેન્દ્રિયબળ,” આ ત્રણ પ્રકારનાં બળ ગ્રહણ કરવામાં આવ્યાં છે ચલુઈન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ચક્ષરિન્દ્રિયબળ કહે છે. ધ્રાણેન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે, તેને ધ્રાણેન્દ્રિયબળ કહે છે. રસના ઈન્દ્રિયની જે પિતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને રસનેન્દ્રિયબળ કહે છે. સ્પર્શેન્દ્રિયની જે પોતાના વિષયને ગ્રહણ કરવાની શક્તિ છે. તેને સ્પર્શેન્દ્રિયબળ કહે છે.
- જ્ઞાનમાં જે ભૂતકાલિન અને ભવિષ્યકાલિન વસ્તુઓને જાણવાની શક્તિ છે તેનું નામ જ્ઞાનબળ છે. અથવા-ચારિત્રના સાધન વડે મેષ રૂપ સાધ્યને સાધવાનું જે સામર્થ્ય છે તેનું નામ જ્ઞાનબળ છે.
- જિનેન્દ્ર ભગવાનના વચનને પ્રમાણભૂત માનવા અને તે વચનેને પિતાની રુચિને વિષય બનાવી તેનું નામ દર્શનબળ છે. એટલે કે તકમાત્રથી ન સમજી શકાય એવાં અતીન્દ્રિય પદાર્થોના વિષયમાં જિનેન્દ્ર ભગવાને એ જે કહ્યું છે તેને જ પ્રમાણ માનવું તેનું નામ દર્શનબળ છે. જેનું અવલંબન લઈને જીવ દુલકર સાંસારિક પદાર્થોની આસક્તિને પણ ત્યાગ કરીને અનંત, અવ્યાબાધ એવાં એકાન્તિક અને આત્યંતિક આત્માના આનંદનો અનુભવ કરે છે. તેનું નામ ચારિત્રબળ છે.
અનશનાદિ તપની જે શક્તિ છે તેને તપબળ કહે છે. તપના પ્રભાવથી જીવ અનેક જન્માન્તરમાં ઉપાર્જિત કરેલાં, દુઃખના આદિ કારણ રૂપ, અને ગાઢ રૂપે બન્ધદશાને પામેલાં એવાં કર્મોનો નાશ કરી નાખે છે.
આત્મશક્તિ રૂપ જે બળ છે તેનું નામ વીર્યબળ છે. તેના પ્રભાવથી જીવ વિભિન્ન પ્રકારની ગમનાગમનાદિ રૂપ ક્રિયાઓમાં પ્રવૃત્ત થાય છે તથા તેના જ પ્રભાવથી જીવ સમસ્ત કર્મરૂપ મળને સાફ કરીને શાશ્વત, અમન્દ આનંદ સંદોહને પ્રાપ્ત કરે છે. એ સૂત્ર ૪૪ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૯૬