________________
પાપશ્રુતકા નિરૂપણ
પાપકૃતના પ્રસંગ–પાપના જનક કૃતનું સેવન–અથવા પાપકૃતના સૂત્ર વૃત્તિ અને વાતિક રૂપે પ્રસંગ નવ પ્રકારના કહ્યાં છે. તે નવ પ્રકારો નીચે પ્રમાણે છે
(૧) ઉત્પાત, (૨) નિમિત્ત, (૩) મંત્ર, (૪) આખ્યાયક, (૫) ચકત્સિક, (૬) કલા, (૭) અજ્ઞાન અને (૯) મિથ્યાપ્રવચન.
ઉત્પાત-પ્રકૃતિમાં થતાં વિકારનું નામ ઉત્પાત છે અહીં સામાન્ય રીતે રુધિરવૃષ્ટિ આદિ રૂપ વિકારોને ઉત્પાત સમજવા જોઈએ. આ પ્રકારના ઉત્પાતનું પ્રતિપાદન કરનાર જે શ્રત છે તેને અહીં ઉત્પાત નામ આપવામાં આવેલ છે.
નિમિત્ત ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળનું જ્ઞાન કરાવવામાં ઉપયોગી થઈ પડે એવું જે શ્રત છે તેનું નામ નિમિત્તશાસ્ત્ર છે.
મંત્રશાસ્ત્ર-છદ્ધરણ, ગારુડ આદિ મંત્ર જે શાસ્ત્રમાં આપવામાં આવ્યા છે, તે શાસ્ત્રનું નામ મંત્રશાસ્ત્ર છે.
આખ્યાયક-માતંગવિદ્યા આદિ ભૂતકાળ આદિના બનાવોને કહેનારી વિદ્યા જે ગ્રંથ દ્વારા શીખી શકાય છે તે ગ્રંથને આગાયક કહે છે.
ચકિત્મિક-આયુર્વેદશાસ્ત્રને ચકિસિક કહે છે.
કલા- લેખગણિતથી લઈને શકુનરુત પર્યન્તની ૭૨ કલાઓનું પ્રતિ. પાદન કરનાર જે શાસ્ત્ર છે તેનું નામ કલા છે. અહીં શાસ્ત્રને કલા કહેવાનું કારણ એ છે કે તે શાસ્ત્રમાં કલાઓનું પ્રતિપાદન કરાયું છે. કલા અને કલાનું પ્રતિપાદન કરનાર શાસ્ત્રમાં અભેદ માનીને અહીં શાસ્ત્રને પણ કલા રૂપે પ્રકટ કરવામાં આવ્યું છે.
આવરણ-જેના દ્વારા ગગનને આચ્છાદિત કરાય છે, એવી વસ્તુઓને આવરણ કહે છે, અહીં ભવન, પ્રાસાદ અને નગરાદિરૂપ આવરણ ગ્રહણ કરવાના છે તે ભવન આદિકના નિર્માણનું સૂચક જે શાસ્ત્ર છે તે શાસ્ત્રને પણ અહી “આવરણ” કહેવામાં આવ્યું છે. તેને વાસ્તુ વિદ્યારૂપ ગણી શકાય.
અજ્ઞાન–જેના વાંચનથી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એવાં લૌકિકશાસ્ત્ર રૂપ મહાભારત, કાવ્ય, નાટક આદિને અજ્ઞાનશ્રત રૂપ સમજવા.
મિથ્યાપ્રવચન બૌદ્ધ આદિને પરવર્થિક જનના જે ધર્મગ્ર છે તેમને મિથ્યાપ્રવચન કહે છે આ પ્રકારના નવ પાપશ્રત છે. જે સ્ત્ર ૧૯ છે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫
૧૦૧