________________
થઈ પડે છે. વાયુકાયિક શ્વાસેચ્છવાસની ક્રિયામાં સહાયક બનીને સંયમપાલનમાં સહાયભૂત બને છે. વનસ્પતિકાયિક પાત્ર, ફલક, પીઠ આદિ ઉપકરણે રૂપે તથા ઔષધિ આદિ રૂપે સંયમના પાલનમાં ઉપકારક બને છે. ત્રસકાયની
વાટીમાંથી સંયમીને વસ્ત્ર, રજોહરણ આદિ બને છે, તેથી તેઓ સંયમમાં ઉપકારક બને છે. આ પ્રકારનું આ પ્રથમ નિશ્રાસ્થાન સમજવું.
(૨) ગણ અથવા ગચ્છ સાધુનું બીજું નિશ્રાસ્થાન છે. કહ્યું પણ છે કે “ વિ છો ” ઈત્યાદિ–એક જ ગુરુના પરિવારને ગચ્છ કહે છે. એવા ગચ્છમાં રહેનારા સાધુ દ્વારા વિનય અને સારણ આદિ વડે કર્મોની નિર્જરા અધિક થાય છે. વળી ગ૭માં રહેનાર સાધુઓના ચારિત્રમાં અતિચાર આદિ રૂપ દે લાગવાને સંભવ પણ ઓછો રહે છે. અન્ય અન્યની અપેક્ષાએ તે તે ગમાં વિચરતે ગચ્છવાસી સંયમી સાધુ નિયમથી જ અસંગ (મેક્ષ) પદનો સાધક બને છે.
ધાર્મિક ક્રિયાઓમાં મન, વચન અને કાયને પ્રવૃત્ત કર્યા જ કરવા તેનું નામ યોગ છે. અથવા મન, વચન અને કાયને સર્વદા શુદ્ધ રાખવા તેનું નામ ચોગ છે. “અસંગ” એટલે “મોક્ષ છે. આ પ્રકારનું આ બીજુ નિશ્રાસ્થાન છે.
(૩) રાજા પણ સાધુઓને ધર્મ સાધનામાં ઉપકારક થઈ શકે છે. કારણ કે દુષ્ટ લોકે દ્વારા કરાતા ઉપદ્રથી તે સાધુઓની રક્ષા કરે છે.
કહ્યું પણ છે કે “નિyત્ત પતગં ધર્મ” ઈત્યાદિ–
આ પૃથ્વી પર જે રાજા ન હોત તે મનુષ્ય જિનેક્ત ધર્મની આરાધના કેવી રીતે કરી શકત. અન્ય મતવાદીઓએ પણ એવું જ કહ્યું છે કે “શુદ્રોવાકુ ઢો” ઇત્યાદિ. આ બનને શ્લેકનો અર્થ સ્પષ્ટ છે –
(૪) સાધુઓનું શું નિશ્રાસ્થાન ગૃહપતિ (ગ્રહ) છે. કારણ કે ગૃહપતિ શય્યાદાયક હોય છે આ રીતે સાધુને નિવાસસ્થાન આપનાર હેવાને કારણે તેને પણ નિશ્રાસ્થાન રૂપ પ્રકટ કરવામાં આવેલ છે.
કહ્યું પણ છે કે “વૃતિનિતિતેનઈત્યાદિ–
જેણે સાધુનું નિવાસસ્થાન પ્રદાન કર્યું છે, તેણે તેમને ધૃતિ, મતિ, જ્ઞાન અને ગતિ પ્રદાન કરી છે તથા તેમને સુખ આપ્યું છે. તથા “વો રે ૩ઘાણચં” ઈત્યાદિ–જે તપ, નિયમ અને ગયુક્ત સાધુઓને ઉપાશ્રય આપે છે, તેણે તેમને શયન, આસન, વસ્ત્ર, અન્ન, પાણિ આદિ સઘળું આપ્યું જ છે, એમ સમજવું. આ પ્રકારનું આ શું નિશ્રાસ્થાન છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪