________________
ધર્માસ્તિકાયમાં ધર્મ ” શબ્દ માંગલિક હોવાથી સમસ્ત અસ્તિકામાં સૌથી પહેલાં ધર્માસ્તિયની પ્રરૂપણ કરવામાં આવી છે. ધર્માસ્તિકાયના પ્રતિપક્ષ રૂપ હોવાને કારણે અધર્માસ્તિકાયની પ્રરૂપણ ત્યાર બાદ કરવામાં આવી છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના આધારભૂત આકાશાસ્તિકાય છે, તે કારણે તે બન્નેની પ્રરૂપણા કર્યા બાદ આકાશાસ્તિકાયની પ્રરૂપણ કરી છે. આ આકાશાસ્તિકાયનું આધેય જીવાસ્તિકાય છે અને જીવાસ્તિકાયનું ઉપગ્રાહક પકલાસ્તિકાય છે, તે કારણે આકાસ્તિકાયનું કથન કર્યા બાદ અનુક્રમે જવાસ્તિકાય અને પુદ્ગલાસ્તિકાયનું કથન કરવામાં આવ્યું છે. હવે સૂત્રકાર ધર્માસ્તિકાય વગેરેના સ્વરૂપનું નિરૂપણ કરે છે.
“ધmસ્થિg ઈત્યાદિ–ધર્માસ્તિકાય શુકલ આદિ પાંચ પ્રકારના વર્ણથી રહિત છે, સુગન્ધ અને દુર્ગધ રૂપ બન્ને પ્રકારના ગબ્ધથી રહિત છે, મધુરાદિ પાંચ પ્રકારના રસથી રહિત છે અને મૃદુ, કર્કશ આદિ આઠે પ્રકારના સ્પર્શથી રહિત છે. આકાશનું નામ રૂપ છે. રૂ૫ તે ઉપલક્ષણ છે, તેના દ્વારા રૂપ, રસ, આદિ ચારે ગુણેનું ગ્રહણ થયું છે. તેથી તે અરૂપી છે. આ કથનનું તાત્પર્ય એ છે કે ધર્માસ્તિકાય રૂપ, રસ, ગંધ અને સ્પર્શથી રહિત હોવાને લીધે અરૂપી છે-અમૂર્ત છે. જીવની જેમ તે ઉપગ લક્ષણવાળું નથી, તે કારણે તે અજીવ છે. પ્રતિસમય તેને સદૂભાવ રહે છે, તેથી તેને શાશ્વત કહ્યું છે. તેનું પિતાનું જે સવરૂપ છે તે સ્વરૂપે તે નિત્ય હોવાને લીધે સ્થાયી રહે છે, તેથી તેને અવસ્થિત કહ્યું છે. ધર્માસ્તિકાય આ લેકના અંશભૂત દ્રવ્ય હોવાથી તેને લેકદ્રવ્ય કહ્યું છે. આ લેક પંચાસ્તિકાય રૂપ છે. પરંતુ માત્ર ધર્મદ્રવ્ય રૂપ નથી, તેથી તેને લેકના સર્વાત્મક દ્રવ્યરૂપ કહી શકાય નહિ, પણ તેના એક અંશભૂત દ્રવ્ય રૂપ જ કહી શકાય છે.
કહ્યું પણ છે કે “ iારથwાચમ ” ઈત્યાદિ
આ લેક પંચાસ્તિકાયમય છે, અને અનાદિ અનન્ત છે. એ જ વિષયનું હવે સૂત્રકાર વિસ્તૃત રૂપે નિરૂપણ કરે છે.
રે સમાગો” ઈત્યાદિ–તે ધર્માસ્તિકાયના દ્રવ્યાદિના ભેદથી પાંચ પ્રકાર પડે છે-દ્રવ્યની અપેક્ષાએ ધર્માસ્તિકાય એક દ્રવ્ય છે, કારણ કે તથાવિધ ( તે પ્રકારના એક પરિણામના સત્વ ( સદૂભાવ) થી એકત્વ સંખ્યાને જ તેમાં સદ્દભાવ સંભવી શકે છે. ક્ષેત્રની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય લેકપ્રમાણ માત્ર છે, એટલે કે લોકકિશન જેટલા પ્રદેશ છે (લેકાકાશના અસંખ્યાત પ્રદેશ છે) એટલા જ પ્રમાણવાળું આ ધર્માસ્તિકાય છે, જેમ તલમાં તેલ રહેલું હોય છે એ જ પ્રમાણે તે પૂરેપૂરા લેકાકાશમાં વ્યાપક છે. કાળની અપેક્ષાએ ત્રણે કાળમાં તેને સદૂભાવ કહ્યો છે. ભૂતકાળને કોઈ પણ સમય એ ન હતું કે જયારે તેનું અસ્તિત્વ ન હય, વર્તમાનકાળે પણ તેનું અસ્તિત્વ ન હોય
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪