________________
હવે સૂત્રકાર આગમ આદિકના ઉત્સર્ગ અને અપવાદનું કથન કરે છે
સદાં ૨” ઈત્યાદિ – પ્રાયશ્ચિતદાતાઓ, આગમાદિ જે વ્યવહાર કહ્યા છે, તેમાંથી આગમને (કેવળ આદિ આગમન) જે વ્યવહાર સમયે શકય હોય તે સમયે આગમને આધારે જ વ્યવહાર ચલાવ જોઈએ-શ્રત આદિને આધારે વ્યવહાર ચલાવવું જોઈએ નહીં એટલે કે જ્યાં સુધી આગમને આધારે પ્રાયશ્ચિત્ત આપી શકાય તેમ હોય ત્યાં સુધી શ્રતાદિને આધારે પ્રાયશ્ચિત્ત આપવું જોઈએ નહીં, કારણ કે શ્રતાદિ કરતાં આગમમાં પ્રધાનતા રહેલી છે. કેવળજ્ઞાનથી લઈને પૂર્વ પર્યન્તના છ આગમોમાંથી પૂર્વ પૂર્વને સદ્ભાવ હોય ત્યારે ઉત્તર ઉત્તરને આધારે વ્યવહાર ચલાવવો જોઈએ નહીં, કારણ કે પાછળના પ્રકારે કરતાં આગળના પ્રકારોમાં સાતિશયતા હવાથી અધિક બલવત્તા છે. જે આગમને વ્યવહાર શકય ન હોય તે જે પ્રકારના શ્રતને સદૂભાવ હોય તે પ્રકારના શ્રત દ્વારા વ્યવહાર ચલાવવો જોઈએ. આજ્ઞા ના અભાવમાં ધારણુ વડે અને ધારણાના અભાવમાં જીત વડે વ્યવહાર ચલાવવું જોઈએ. એ જ વાત “સામે ચાર વીતેર ” આ સૂત્ર દ્વારા પ્રકટ કરવામાં આવી છે. એટલે કે વ્યવહારિક આગમથી લઈને છત પર્યન્તના પાંચ વ્યવહાર દ્વારા પિતાને વ્યવહાર (અતિચારની શુદ્ધિ કરાવવા રૂપ વ્યવહાર ) ચલાવવું જોઈએ આ પ્રકારનું આ કથન સામાન્ય ઉત્સર્ગ રૂપે સમજવું, પરંતુ અપવાદ રૂપે અહીં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે-“ જ્યાં આગમ આદિ જેને સદૂભાવ હોય તેના દ્વારા વ્યવ હારિક વ્યવહાર ચલાવવું જોઈએ” એટલે આગમ ન હોય તે શ્રત વડે, શ્રત ન હોય તે અજ્ઞા વડે, આજ્ઞા ન હોય તે ધારણુ વડે, અને ધારણા નૈ હોય તે જીત વડે તે પિતાને વ્યવહાર ચલાવે, પરંતુ પ્રવચનની વિરૂ. દ્વને વ્યવહાર તે તેણે ચલાવે જોઈએ નહીં.
પ્રશ્ન-“આગમાદિ કે અનુસાર વ્યવહાર કરનારને કયા ફલની પ્રાપ્તિ થાય છે ? ” એ જ વાત “ તે ક્રિાહુ” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રશ્ન રૂપે પ્રકટ કરવામાં આવી છે. પ્રશ્નકર્તા એ વાત પૂછવા માગે છે કે “એક આગમ વ્યવહાર વડે જ ઈષ્ટફલથી સિદ્ધિ થઈ જાય છે, તે પાંચ પ્રકારના વ્યવહારનું શું પ્રયોજન છે? શ્રમણે તે આગમરૂપ બલથી સંપન્ન જ હોય છે, તે આગમ વ્યવહાર સિવાયના વ્યવહારોની શી આવશ્યકતા છે?
ઉત્તર–“ તં” ઈત્યાદિ–આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ચલાવવાની આવશ્યકતા જણાય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૪
૨૬