________________
દણ્ડનીતિકા નિરૂપણ
કુલકરે મૌજુદ હોય ત્યારે પણ કોઈને કોઈ વ્યક્તિ દ્વારા અપરાધ થઈ જાય છે. અપરાધીને શિક્ષા કરવામાં આવે છે, તેથી હવે સૂત્રકાર દંડ નીતિનું કથન કરે છે. “સત્તા સંતની વત્તા ” ઈત્યાદિ–(ફૂ. ૧૮)
દંડનીતિ ૭ પ્રકારની કહી છે –(૧) હક્કાર, (ર) માકાર, (૩) ધિક્કાર, (૪) પરિભાષા, (૫) મંડલખબ્ધ, (૬) ચારક અને (૭) છ વીદ.
અપરાધીઓને શિક્ષા કરવી તેનું નામ દંડ છે. દંડમાં, દંડની અથવા દંડ રૂપ જે નીતિ છે, તેનું નામ દંડનીતિ છે. તે દંડનીતિને હકાર આદિ પૂર્વોક્ત સાત પ્રકાર કહ્યા છે.
(૧) હકકાર–“દ ” ધાતુ અધિક્ષેપ અર્થને વાચક છે. આ હફ કરે તેનું નામ હક્કાર છે. “તમે આવું અનુચિત કાર્ય કર્યું ! ” આ પ્રકારે કહેવું તેનું નામ હકક ૨ દંડ છે. પહેલા અને બીજા કુલકરના સમયમાં અપરાધીન હકાર દંડ જ દેવામાં આવતો હતે. તે દંડને પાત્ર બનનાર વ્યક્તિને
એવું લાગતું હતું કે જાણે તેનું સર્વસ્વ હરી લેવામાં આવ્યું છે. આટલે જ દંડ સહન કરનાર વ્યક્તિ ફરી અપરાધ કરવાની હિંમત કરતી નહીં.
(૨) માકાર–“મા” આ પદ નિષેધવાચક છે. “આ પ્રકારનું કૃત્ય ન કરે.' આ પ્રકારના પ્રતિષેધક વચનનું ઉચ્ચારણ કરવું તેનું નામ “મકાર” છે. ત્રીજા અને ચોથા કુલકરના સમયમાં આ પ્રકારને દંડ પ્રચલિત હતો. ઘણે ભારે અપરાધ કરનારને જ આ દંડને પાત્ર બનવું પડતું હતું. સામાન્ય અપરાધ કરનારને તે ત્યારે પણ હક્કર દંડ જ દેવામાં આવતું હો.
(૩) ધિકકાર–“ધિ” આ ધાતુ અધિક્ષેપના અર્થમાં વપરાય છે. કોઈ અપરાધીને “ધિકાર છે તને, આવું કામ કરતાં તેને શરમ પણ ન આવી?”, આ પ્રમાણે ધિકકારે તેનું નામ ધિકકાર દંડ છે, પાંચમાં, છઠ્ઠા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૯