________________
કુલકર આદિકા નિરૂપણ
મનુષ્યક્ષેત્રના અધિકાર ચાલી રહ્યો છે તેથી હવે સૂત્રકાર મનુષ્યક્ષેત્રમાં જેને સદ્ભાવ છે એ પા ભૂતકાલિન ઉત્સપિણમાં ઉત્પન્ન થયેલા અને આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલા કુલકરોની તથા આ અવસર્પિણીમાં ઉત્પન્ન થયેલી કુલકરાની ભાર્થીઓની, તથા આગામી ઉત્સપિણીકાળમાં ઉત્પન્ન થનારા કુલ કરોની, વૃક્ષની, ચક્રવત સંબંધી નીતિઓની, એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રનની અને દુષમા સુષમા રૂપ કાળની વક્તવ્યતાનું ચાર સૂત્રો દ્વારા નિરૂપણ કરે છે “ગંદીરે ધીરે મારે વારે તીયા વાવળી” ઈત્યાદિ
સૂવાથ– જંબુદ્વીપ નામના દ્વિપના ભરતવર્ષમાં અતીત ઉત્સપિણીકાળમાં નીચે પ્રમાણે સાત કુલકરે થઈ ગયા છે– (૧) મિત્રદામા, (૨) સુદામા, (૩) સુપાર્શ્વ (૪) સ્વયંપ્રભ, (૫) વિમલશેષ, (૬) સુઘોષ અને (૭) મહાઘેષ | ૧
જ બુદ્વીપના ભરતવર્ષમાં આ અવસર્પિણી કાળમાં સાત કુલકરે થઈ ગયા છે. તેમનાં નામ આ પ્રમાણે હતાં–(૧) વિમલવાહન, (૨) ચક્ષુબ્બાન, (૩) યશસ્વાન, (૪) અભિચન્દ્ર, (૫) પ્રસેનજિત (૬) મરુદેવ અને (૭) નાભિ, આ સાત કુલકરેની સાત ભાર્થીઓનાં નામ આ પ્રમાણે હતાં–(૧) ચન્દ્રયશા (૨) ચન્દ્રકાન્તા, (૩) સુરૂ પા, (૪) પ્રતિરૂપ, (૫) ચક્ષુકાન્તા, (૬) શ્રીકાન્તા અને (૭) મરુદેવી. . ૨ !
જ બૂઢીપના ભારતવર્ષમાં આગામી ઉત્સપિર્ણકાળમાં આ સાત કુલકરે થશે–(૧) મિતવાહન, (૨) સુભૌમ, (૩) સુપ્રભ, (૪) સ્વયંપ્રભ, (૫) દત્ત (૬) સૂક્ષમ અને (૭) સુબધુ.
વિમલવાહન કુલકરના સમયમાં સાત પ્રકારના વૃક્ષો લેકેને ઉપભોગ્ય રૂપે કામ આવ્યા. તે સાત પ્રકારનાં વૃક્ષનાં નામે આ પ્રમાણે સમજવા–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૨૫૭