________________
પણ ઉપર બતાવ્યા અનુસાર જ થાય છે. કહ્યું પણ છે કે “ ક્રિયા વિ રવિણ વ વાયામ” અહીં આ પ્રમાણે સમજવું જોઈએ. આ સાધુઓને નિર્વિશમાનક અને નિર્વિષ્ટ પરિહાર વિશુદ્ધિક કહે છે. અહીં નવ સાધુઓને સમૂહ હોય છે. તેમાંથી જે ચાર સાધુએ પરિહાર તપ કરે છે તેમને પારિવારિક કહેવાય છે, અને જે ચાર સાધુએ તેમનું વૈયાવૃત્ય કરે છે તેમને અનુપારિવારિક કહેવાય છે. બાકીનું એક સાધુ ક૫સ્થિત વાચનાચાર્ય થાય છે. તે ગુરુકલ્પ-ગુરુ જે હોય છે. તેમાં જે ચાર પારિવારિક હોય છે તેઓ છ માસ સુધી તપ કરે છે અને ત્યાર બાદ તેઓ નિર્વિકાયિક થઈ જાય છે અને તેમનું વિયાવૃત્ય કરનાર ચાર સાધુઓ તપ કરવા લાગી જાય છે અને જેઓ નિર્વિષ્ટ કાચિક બની ગયા છે તેઓ તેમનું વૈયાવૃત્ય કરવા મંડી જાય છે. છ માસ સુધી આ ક્રમ પણ ચાલ્યા કરે છે. ત્યાર બાદ તપ કરનારા તે ચાર સાધુઓ પણ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે. ત્યાર બાદ ક૯૫સ્થિત વાચનાચાર્ય છ માસ સુધી તપ કરે છે, બાકીનામાંથી એક વાચનાચાર્ય બને છે અને બાકીના સાત તેમનું વૈયાવૃત્ય કરે છે. છ માસ પછી તે તપ કરનાર સાધુ પણ નિર્વિષ્ટકાયિક થઈ જાય છે. આ રીતે આ પરિહારવિશુદ્ધિક તપ અઢાર માસ સુધી ચાલે છે. કહ્યું પણ છે કે “દિક્ષારિય ઇમારે” ઈત્યાદિ.
એટલે કે પારિહારિકમાં છ માસ, અનુપારિવારિકમાં છ માસ અને ક૯પસ્થિતમાં છ માસ, એ રીતે પરિવાર વિશુદ્ધિમાં કુલ ૧૮ માસને સમય વ્યતીત થાય છે. તે સાધુએ ચારિત્રસંપન્ન અને દર્શનમાં પૂર્ણ પરિપકવ હેય છે. તેઓ એછામાં ઓછા નવ પૂર્વના ધારક અને વધારેમાં વધારે દસ પૂર્વના ધારક હોય છે. તેઓ પાંચ પ્રકારના વ્યવહારના, બે પ્રકારના કલ્પના અને દસ પ્રકારના પ્રાયશ્ચિતના પૂર્ણ રૂપે નિષ્ણાત હોય છે.
(૫) જિન કલ્પસ્થિતિ–ગચ્છનિર્ગત સાધવિશેષને જિન કહે છે. તે જિનેની કલ્પરિથતિ આ પ્રકારની હોય છે–
તેઓ પ્રથમ સંહનના ધારક હોય છે, જિનકલ્પપ્રતિપન્ન હોય છે, તેઓ ઓછામાં ઓછા નવમાં પૂર્વની ત્રીજી આચારવતુ પર્યન્તના પારક હોય છે અને અધિકમાં અધિક સહેજ ન્યૂન દસ પૂર્વના ધારક હોય છે. તેઓ એકલા જ વિચરે છે. તેઓ દિવ્ય આદિ ઉપસર્ગોને અને ગજન્ય વેદનાએને સહન કરે છે, દસ ગુણેથી યુક્ત ઈંડિલ (ઉચ્ચારાદિ પરઠવાનું સ્થાન વિશેષ) માં જ ઉચ્ચાર (મળત્યાગ ) આદિ પઢે છે, અને સર્વોપધિની અપેક્ષાએ વિશુદ્ધ વસતિમાં (ઉપાશ્રયમાં) રહે છે. તેમાં ત્રીજા પ્રહરમાં જ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧૮૬