________________
કરવાની પ્રવીણતાની પ્રાપ્તિ તો આર્ય ક્ષેત્રમાં જ થાય છે. એવાં આર્યક્ષેત્રે ૨પ કહ્યાં છે. એક્વાકુ આદિ કુળમાં જન્મ થે, તે પણ સુલભ નથી. કહ્યું પણ છે કે “કાર્યક્ષેત્રોન્ત” ઈત્યાદિ
જીવને કદાચ મનુષ્ય ભવ પણ મળી જાય, આર્યક્ષેત્ર પણ મળી જાય, છતાં પણ એવાકુ આદિ સંકુલમાં જન્મ થ સુલભ નથી. સંકુલમાં જન્મેલે જીવ જ સમ્યક્ ચારિત્ર રૂ૫ ગુણમણિઓને પાત્ર બને છે.
કેવલી પ્રમ–તીર્થંકર પ્રરૂપિત શ્રુત ચારિત્ર રૂપ ધર્મનું શ્રવણ તે તેથી પણ વધુ દુર્લભ ગણાય છે કહ્યું પણ છે કે “સુઠ્ઠા સુત્રોન ” ઈત્યાદિ
દેવલોકની લક્ષમીની પ્રાપ્તિ સુલભ ગણાય છે, રત્નથી ભરપૂર ભૂમિભાગ (ખાણ) ની પ્રાપ્તિ પણ સુલભ ગણાય છે, પરન્ત જીવને મુક્તિના સુખમાં રુચિ ઉત્પન્ન કરાવનાર જિનવયનના શ્રવણને લાભ પ્રાપ્ત થવો અતિ દુર્લભ ગણાય છે. કદાચ જીવને કેવલી પ્રજ્ઞપ્ત ધર્મના શ્રવણની પણ તક મળી જાય, પરન્તુ કેવલી ભગવાનનાં વચને પ્રત્યે શ્રદ્ધા જાગૃત થવી, રુચિ ઉત્પન્ન થવી અને તેની પ્રતીતિ થવી ઘણી દુર્લભ છે. કહ્યું પણ છે કેઃ
“મારા કવ છું” ઇત્યાદિ–જિન પ્રણિત વચનનું શ્રવણ કરવા છતાં પણ જીવને તે વચને પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થવી ઘણું મુશ્કેલ છે, કારણ કે જીવ ન્યાયાનુકૂલ માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે.
કદાચ એવું પણ બની શકે કે જીવને કેવલી પ્રજ્ઞપ્ત વચનામાં શ્રદ્ધા ઉત્પન્ન થઈ જાય છે. અથવા યુક્તિ આદિ કો દ્વારા તેને જ્ઞાનને વિષય પણ બનાવવામાં આવે છે, અથવા રુચિને વિષય પણ બનાવવામાં આવે છે, પરંતુ શરીર વડે સમ્યફ રૂપે તેની સ્પર્શના (આચરણ) કરવાનું કાર્ય તે જીવને માટે સૌથી વધારે કઠણુ ગણાય છે. અવિરતની જેમ મારથ માત્રથી જ સ્પર્શના કાર્યનું કાર્ય તે સુલભ છે. કહ્યું પણ છે “ઘi f g äતયા” ઈત્યાદિ
હે ગૌતમ ! ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા છ દુર્લભ છે. ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખવા છતાં ધર્મ અનુસાર પિતાની પ્રવૃત્તિ કરનારા છો તો અતિ દુર્લભ છે, કારણ કે આ સંસાર કામોમાં મૂછિત બનેલો છે. માટે છે ગૌતમ ! એક ક્ષણને માટે પણ પ્રમાદ કર જોઈએ નહીં. જે જીવ પ્રમાદ કરે છે તેને માટે મનુષ્યભવની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. માટે મનુષ્ય પ્રમાદનો ત્યાગ કરવો જોઈએ. મનુષ્યભવને અશ્રિત કરીને એવું કહ્યું છે કે
“ઘ પુન રણછુઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
૧ ૨૫.