________________
હવે આ સૂત્રમાં આવતા હુષ્ટાદિ વિશેષણને અર્થ સ્પષ્ટ કરવામાં આવે છે–
આ વેદનાઓ આવી પડી ત્યારે અહંત ભગવાન હર્ષથી યુક્ત રહ્યા હતા, તેથી તેમને “હ” વિશેષણ લગાડયું છે, શોકથી રહિત હોવાને કારણે તેમને આનંદિત કહ્યા છે, જવરાદિ રોગોથી રહિત હોવાને કારણે તેમને આરોગ્યરૂ૫ (નરેગી) કહ્યા છે અને ત્રીશ અતિશય રૂપ સામર્થ્ય વાળા હેવાને લીધે તેમને બલિક કહ્યા છે આ એક જ ભાવ પૂરે કરીને મોક્ષગામી થનારા હોવાથી તેમને કહ્યું શરીરવાળા કહ્યા છે.
તેમનાં તપ કર્મ કેવાં હતાં તે “કન્યતાળ” આદિ વિશેષણેથી પ્રકટ કરવામાં આવેલ છે. આ પદનો ભાવાર્થ એ છે કે તેમનાં તપ કર્મો ૧૨ પ્રકારના તપ કર્મો વડે એકતમ રૂપ બની ગયાં હતાં. “ઉદાર” વિશેષણ એ પ્રકટ કરે છે કે તેમનાં તપ કર્મો અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિની અભિલાષારૂપ આશંસા દેષથી રહિત હોવાને કારણે ઉત્તમ હતાં. “ કલ્યાણ” પદ દ્વારા એ વાત પ્રકટ થઈ છે કે તે તપઃકર્મો શિવ સુખના જનક હતાં. “વિપુ” પદથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે ઘણા જ દિવસોથી અનુષ્ઠિત હોવાથી છ માસિક આદિ અનેક લાંબા કાળવાળા હતાં “ પ્રયત” પદ એ પ્રકટ કરે છે કે તે પ્રમાદાદિથી રહિત હોવાને કારણે ઉત્કૃષ્ટ યાન સદશ હતાં.
પ્રગૃહીત” પદ એ પ્રકટ કરે છે કે તે તપ:કમને આદર ભાવપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો હતે. “મહાનુભાગમાંથી તેમાં અચિત્ય અતિશયતા પ્રકટ થાય છે એટલે કે તે તપ:ક મહાપ્રભાવ યુક્ત હતાં અને મોક્ષ સાધનભૂત હોવાને કારણે તેઓ કર્મક્ષયના કારણભૂત હતાં.
તે સંયત એ વિચાર કરે છે કે આવા આવા તપ કર્મોને અહંત ભગવએ આચરણય ગણીને જે અંગીકાર કરી લીધાં હતાં તે આભુપગમિકી વેદનાને (બ્રહ્મચર્ય, ભૂમિશયન, કેશકુંચન, આતાપના આદિ જન્ય વેદનાને) અને ઔપક્રમિકી વેદનાને ( જવર, અતિસાર આદિ ગજન્ય વેદ
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૫
૨