________________
હવે સૂત્રકાર કેવલીની અપેક્ષાએ પાંચ અહેતુનું અન્ય પ્રકારે કથન કરે છે—જે અહેતુ વડે કેતુના અભાવ રૂપે ધૂમાદિને પ્રત્યક્ષ રૂપે સર્વથા જાણે છે, તે પ્રથમ સ્થાન છે. એ જ પ્રમાણે “તુના પરત” આદિ ચાર સ્થાન પણ સમજી લેવાં.
હવે સૂત્રકાર કેવલીના પાંચ અનુત્તરને પ્રકટ કરે છે. જેના કરતાં કંઈ પ્રધાન હાય નહી એટલે કે જે સર્વોત્કૃષ્ટ હોય છે તેને અનુત્તર કહે છે. તે અનુત્તરમાં સર્વોત્કૃષ્ટતા એ કારણે કહેવામાં આવી છે કે તેઓ પિતાના પ્રતિપક્ષી કર્મોના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. તે પાંચ અનુત્તર નીચે પ્રમાણે છે–(૧) અનુત્તર જ્ઞાન (કેવળજ્ઞાન) તે જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૨) અનુત્તર દર્શન-તે દર્શનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. (૩) અનુત્તર ચારિત્ર અને (૪) અનુત્તર તપ–તે બંને મોહનીય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. તપ ચારિત્રરૂપ હોય છે અને તે શૈલેશી અવસ્થામાં શુકલધ્યાનના એક ભેદ રૂપ કહ્યું છે. ધ્યાન પણ તપને જ એક પ્રકાર છે, કારણ કે તે આભ્યન્તર તપનો ભેદ છે. (૫) અનુત્તર વીર્યતે વર્યાન્તરાય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ રીતે કેવલીઓનાં પાંચ અનુત્તર આ પ્રમાણે છે. (૧) અનુત્તર જ્ઞાન, (૨) અનુત્તર દર્શન, (૩) અનુ. ત્તર ચારિત્ર, (૪) અનુત્તર તપ અને (૫) અનુત્તર વીર્ય. | સૂ. ૨૩ |
તીર્થકરોકે ચવનાદિકા નિરૂપણ
કેવલીઓને અધિકાર ચાલકે હેવાથી હવે સૂત્રકાર તીર્થકરે સંબંધી ૧૪ સૂત્રોનું કથન કરે છે–“પવર્ગ કરl જો ફોરચા ” ઈત્યાદિ–
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૪૯