________________
કથન કરે છે. તે સ્થાને પણ પાંચ છે. પહેલું કારણ નીચે પ્રમાણે છે– " क्षिप्तचित्तः खलु अयं पुरुषः तेन मे एष पुरुषः आक्रोशति तथैव બજાર ના ઉપસર્ગ આદિ કરવામાં આવે ત્યારે તેઓ એ વિચાર કરે છે કે “પુત્ર, પત્ની આદિના શકને કારણે આ માણસની બુદ્ધિ ભમી ગઈ છે–તે મગજ પરનો કાબૂ ગુમાવી બેઠે છે. તેથી તે પુરુષ ઉન્મન જ છે. તે કારણે તે મારી સાથે આ પ્રકારને –આક્રેશ કરવા રૂપ, ગાળે દેવા રૂપ વગેરે વ્યવહાર કરી રહ્યો છે.”
બીજું કારણ–“કવિતા” ઈત્યાદિ. તેઓ વિચાર કરે છે કે “આ ઉપસર્ગ આદિ કરનાર મનુષ્ય અહંકારયુક્ત ચિત્તવાળે છે. અથવા પુત્ર જન્માદિને કારણે ઉદ્ધત ચિત્તવાળ બની ગયું છે, તેથી તે ઉન્મત્ત જ છે. તે કારણે જ તે મને ઉપસર્ગદિ દ્વારા હેરાન કરી રહ્યો છે.”
- ત્રીજુ કારણ–પરીષહાદિ સહન કરનાર તીર્થકર અથવા ગણધર એ વિચાર કરે છે કે પૂર્વજન્મમાં મેં જે કર્મો કર્યા છે, તે આ ભવમાં અત્યારે ઉદયમાં આવી રહ્યાં છે. તેથી જ આ પુરુષ મને ગાળે દઈ રહ્યો છે, મારી હાંસી ઉડાડી રહ્યો છે.” તેથી તે ઉપસર્ગાદિકેને તે સહન કરે છે.
ચાર્યું કારણ આ પ્રમાણે છે-તે ઉપસર્ગાદિ સહન કરનાર સાધુ પિતાના મનમાં એ વિચાર કરે છે કે “જે હું આ પુરુષકૃત આક્રોશ આદિને સારી રીતે સહન નહીં કરું, ક્ષમાં ધારણ નહીં કરૂ. દીનતા પ્રકટ કરીશ, અને મારા કર્તવ્ય માર્ગમાંથી વિચલિત થઈશ, તો મારે એકાન્તતઃ પાપનું ઉપાર્જન થશે.”
પાંચમું કારણ આ પ્રમાણે છે–તે એ વિચાર કરે છે કે “ આ પુરુષ મને જે પરીષહ અને ઉપસર્ગો પહોંચાડી રહ્યા છે તે ઉપસર્ગો અને પરીષહને સમભાવપૂર્વક સહન કરવાથી, ક્ષમાભાવપૂર્વક સહન કરવાથી,
ન્યભાવને ત્યાગપૂર્વક સહન કરવાથી અને સંયમના માર્ગેથી ચલાયમાન થયા વિના સહન કરવાથી, અન્ય સાધુઓ પર પણ સારે દાખલે બેસશે, અન્ય અનેક છવાસ્થ સાધુએ પણ મારું અનુકરણ કરીને વારંવાર ઉદયાવસ્થામાં આવતા પરીષહ અને ઉપસર્ગોને મારી જેમ જ સહન કરશે, ઈત્યાદિ સમસ્ત પત કથન અહીં ગ્રહણ થવું જોઈએ. “તેઓ પિતાના સંયમ માર્ગથી
શ્રી સ્થાનાંગ સૂત્ર :૦૩
૨૪૫