________________
છે અને કર્તવ્ય રૂ૫ (કરવા યોગ્ય) બતાવ્યાં છે. તે પાંચ સ્થાન નીચે પ્રમાણે છે–(૧) ક્ષાન્તિ, (૨) મુક્તિ, (૩) આર્જવ, (૪) માર્દવ અને (૫) લાઘવ. ક્ષમાને ક્ષાતિ કહે છે, તે ક્રોધના ત્યાગથી ઉદ્ભવે છે, લેભના ત્યાગનું નામ મુક્તિ છે, જુતાનું નામ આર્જવ છે, માયાના ત્યાગથી
જુતા આવે છે. મૃદુતાનું નામ માવ છે, તે માનના ત્યાગથી ઉત્પન્ન થાય છે. લઘુતાનું નામ લાઘવ છે, અથવા અ૯૫ ઉપકરણ અને વ્યક્તિ રસ અને ગૌરવના ત્યાગથી આ ગુણ ઉત્પન્ન થાય છે.
હવે પછીના વૈયાવૃત્ય સુધીના પ્રત્યેક સૂત્રમાં પણ “વંજ હિં હિં સમi મજાવવા મહાવીરેન” ઈત્યાદિ સૂત્રપાઠ આગળ જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે કહેવું જોઈએ. એટલે કે જે પ્રકારે પૂર્વોક્ત સ્થાનમાં એવું કહે વામાં આવ્યું છે કે શ્રમણને માટે આ સ્થાને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા વણિત, કીર્તિત, ઉક્ત, પ્રશસિત અને કર્તવ્ય (કરવા ગ્ય) મનાયા છે, એ જ પ્રમાણે સત્ય, સંયમ, તપ, ત્યાગ અને બ્રહ્મચર્યાવાસ રૂપ આ પાંચ સ્થાને પણ વણિત, કીર્તિત આદિ રૂપ માનવામાં આવેલ છે યથાર્થ ભાષણ અથવા વચનનું નામ સત્ય છે. આ સત્ય ચાર પ્રકારનું કહ્યું છે-“મરિવંશવનોદ” ઈત્યાદિ. અંગીકૃતનું પાલન કરવું તેનું નામ અવિસંવાદન એગ છે. અને મન, વચન અને કાયાની અકુટિલતા રૂપ બીજા ત્રણ ભેદે મળીને સત્યના કુલ ચાર ભેદ પડે છે. પૃથ્વીકાય આદિનું રક્ષણ કરવા રૂપ સંયમ હોય છે. એટલે કે છકાયના જીવોની રક્ષા કરવી તેનું નામ સંયમ છે. તે સંયમના ૧૭ સત્તર પ્રકાર કહ્યા છે. જેમકે “પુત્રવિરામrf” ઈત્યાદિ. આસોથી વિરક્ત થવા રૂપ જે આત્મપરિણતિ છે, તેને સંયમ કહે છે. આ પ્રકારના સંયમના પણ ૧૭ સત્તર પ્રકાર કહ્યા છે. જેમકે “વાવિરમ” ઈત્યાદિ–સંયમના ૧૭ પ્રકારે નીચે પ્રમાણે છે–પૃથ્વીકાય આદિ પાંચ સ્થાવર જીવોના વિષયમાં યતના રાખવી, ચાર પ્રકારના ત્રસ જીવોની યતના કરવી, આ પ્રકારે નવ ભેદ સમજવા. બાકીના આઠ ભેદ નીચે પ્રમાણે છે–પ્રેક્ષા સંયમ, ઉપ્રેક્ષા સંયમ, પ્રમાર્જન સંયમ, પરિઝાપન સંયમ, મન સંયમ, વચન સંયમ, કાય સંયમ અજીવના વિષયમાં સંયમ. “પુષિઈત્યાદિ ગાથા દ્વારા સંયમના સત્તર ભેદ અહીં પ્રકટ કરવામાં આવ્યા છે. તથા પાંચ આન્સથી વિરક્ત થવું, પાંચ ઈન્દ્રિયોનો નિગ્રહ કરે–તેમને વશ રાખવી, ચાર કષાને જીતવા અને મન, વચન અને કાયાની અશુભ કિયાએથી વિરક્ત થવું, એ પ્રકારને આસ્ત્રથી વિરક્ત થવા રૂપ જે સંયમ છે તેના પણ ૧૭ સત્તર ભેદ પ્રકટ કરવામાં આવ્યા છે. જેના દ્વારા શરીરમાં રહેલા રસ, રુધિર આદિને અથવા અશુભ કમને તપાવવામાં આવે છે, તેને તપ કહે છે. કહ્યું પણ છે કે “ ધિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
૨૧૯