________________
હવે સૂત્રકાર ત્રણ પ્રકારના ઉપકમનું કથન કરે છે–તેને અનુલક્ષીને સૂત્રકારે આઠ સૂત્રે કહ્યાં છે. ઉપક્રમણનું નામ ઉપક્રમ છે, એટલે કે વસ્તુના આરંભને ઉપક્રમ કહે છે.
હવે તેના ધાર્મિક આદિ ભેદોનું પ્રતિપાદન કરવામાં આવે છે- કુતચારિત્ર રૂપ ધર્મને નિમિત્તે જે થાય છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે. અસંયમ રૂપ જે આરંભ છે તેનું નામ અધાર્મિક ઉપક્રમ છે. દેશતઃ સંયમરૂપ હોવાને લીધે દેશતઃ ધાર્મિક અને દેશતઃ અસંયમરૂપ હોવાને લીધે દેશતઃ અધાર્મિક એ જે ઉભયાત્મક આરંભ છે તેને એટલે કે દેશવિરતિરૂપ આરંભને ધાર્મિકા. ધાર્મિક ઉપકેમ કહે છે. અથવા નામ ઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્ય ઉપકમ, ક્ષેત્ર ઉપક્રમ, કાળ ઉપક્રમ અને ભાવ ઉપક્રમના ભેદથી ઉપક્રમ છ પ્રકારનો હોય છે. પરંતુ અહીં ત્રણ સ્થાનકેનું જ કથન ચાલુ હોવાથી ત્રણ પ્રકારના ઉપક્રમ જ ગૃહીત થયા છે. આ છ પ્રકારના ઉપકમનું વર્ણન અનુયેાગ દ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા નામની મેં લખેલી ટીકામાં આપવામાં આવ્યું છે, તો ત્યાંથી વાંચી લેવું.
ધાર્મિક સંયતને જે ચારિત્ર આદિન નિમિત્ત દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવોના ઉક્ત સ્વરૂપવાળે જે ઉપક્રમ છે તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે, તથા અસંયતને જે અસંયમને નિમિત્ત ઉપક્રમ છે તેનું નામ અધાર્મિક ઉપક્રમ છે. તથા ધાર્મિકા ધાર્મિક (દેશવિરતિવાળાનો) જે ધાર્મિકા ધાર્મિક ઉપક્રમ છે તેનું નામ ધાર્મિકા ધાર્મિક ઉપકમ છે. બીજી રીતે પણ ઉપક્રમના ત્રણ પ્રકાર પડે છે-(૧) આત્મપર્કમ-પિતાને અનુકૂળ એવાં ઉપસર્ગો વગેરે આવી પડે ત્યારે શીલરક્ષણને નિમિત્તે જે વૈહાયસ ( ઊંચે લટકીને ફસે ખાઈને મરવાની ક્રિયા) આદિ દ્વારા પિતાને વિનાશ કરવામાં આવે છે અથવા પરિ. કર્મ કરવામાં આવે છે અથવા આત્માથે અન્ય વસ્તુને જે ઉપકમ કરવામાં આવે છે તેને આત્મોપકમ કહે છે. એ જ પ્રમાણે અન્યને નિમિત્ત ઉપક્રમ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨