________________
જબૂદીપસ્થ લવણસમુદ્રકી અવગાહના આદિ કા નિરૂપણ
સન. લવણ સમુદ્રનાં દ્વારનું અને દ્વાવસ્થ દેવેનું પણ હવે સૂત્રકાર નિરૂપણ કરે છે-“ વદ્દીવરણ ને લીવર વાિિરટ્ટા” ઈત્યાદિ–
જબૂદ્વીપ નામના દ્વીપની બાહ્યાવેદિકાના અન્ત ભાગથી ચારે દિશામાં લવણ સમુદ્રને ૯૫-૯૫ હજાર જનપ્રમાણુ ઉ૯લંઘિત (પાર) કરવાથી જે સ્થાન આવે છે. તે સ્થાન પર ચાર ખૂબ જ વિશાળ પાતાળકળશ છે. તેમને આકાર વિસ્તૃત ઘડાના આકાર જેવો છે. તેમનાં નામ આ પ્રમાણે છે-(૧) વડવામુખ, (૨) કેતક, (૩) ચૂપક અને (૪) ઈશ્વર. તે ચાર કળશ અનુક્રમે પૂર્વાદિ ચાર દિશાઓમાં છે. તેમના મુખ અને મૂળભાગને વિસ્તાર દશ હજાર એજનને છે, અને મધ્યભાગનો વિસ્તાર એક લાખ જનને છે. તેમના મૂળભાગમાં માત્ર વાયુ જ છે. તેમાં કાલપ્રતિ વાયુકુમાર દેવનો નિવાસ છે. કહ્યું પણ છે કે “પદન૩ સદસારું” ઈત્યાદિ–
આ ગાથાઓને અર્થ આ પ્રમાણે છે–-જબૂદ્વીપના બાહ્યવેદિકાન્તથી ચારે દિશા તરફ લવણ સમુદ્રમાં ૯૫-૯૫ હજાર એજનનું અંતર કાપવાથી લવણ સમુદ્રની વચ્ચે ઘડાના જેવા આકારના ચાર પાતાળકળશ આવે છે. તેમનાં નામ–વલયમુખ, કેતુક, ચૂપક અને ઈશ્વર છે. તેઓ ક્રમશઃ પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં છે. તેઓ વજનિર્મિત છે. તેમની દિવાલે એક હજાર જનપ્રમાણુ ઊંચી છે. તે પાતાળકળશના મૂળભાગ ( તળિયું) અને મુખભાગને વિસ્તાર ૧૦-૧૦ હજાર એજનને છે અને મધ્યભાગને વિસ્તાર એક લાખ જનને છે, અને અવગાહના પણ એક એક લાખ જનની છે તે કળશેના અધિપતિ દેવોનાં નામ કાળ, મહાકાળ, વેલમ્બ અને પ્રભંજન છે. તેમની સ્થિતિ એક પલ્યોપમની છે. આ પાતાળ કળશે ખૂબ જ વિસ્તાર વાળા છે. ત્યાં આ ચાર મહાકળશે ઉપરાંત બીજા પણ ૭૮૦૦ નાના મોટા પાતાળકળશ છે. તેમના મૂળ ભાગ અને મુખભાગને વિસ્તાર ૧૦૦૦ જબને છેતેમની અવગાહના પણ ૧૦૦૦ જનની છે, અને તેમની દીવાલ ૧૦ એજન પ્રમાણ ઊંચી છે. બધાં પાતાળકળશેના ત્રણ-ત્રણ વિભાગ પડે છે. નીચેના ભાગમાં વાયુ રહે છે, વચ્ચેના ભાગમાં વાયુ અને પાણી રહે છે. નીચેના અને મધ્યના ભાગમાં રહેલ ક્ષુબ્ધ વાયુ પાણીને ઉછાળે છે, આ રીતે પાણી ઉછળવાથી ક્ષુબ્ધ થયેલા સાગરના પાણીની વૃદ્ધિ થાય છે, અને જ્યારે વાયુ મુગ્ધાવસ્થાને પરિત્યાગ કરીને પોતાની પૂર્વ સ્થિતિમાં આવી જાય છે,
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨