________________
રિતિયા” ઈત્યાદિ સૂત્ર દ્વારા પ્રકટ કરી છે. તેને ભાવાર્થ નીચે પ્રમાણે છેજે કૃષ્ણલેશ્યાવાળા ભવસિદ્ધિક જીવે છે, તેમની વર્ગણ એક છે. આ રીતે નીલાદિ લેફ્સાવાળા ભવસિદ્ધિક અને અભાવસિદ્ધિક જીને વિષે પણ કથન સમજવું. આ રીતે છએ લેશ્યાઓની સાથે આ બબ્બે પદનું કથન થવું જોઈએ. જે જીવને જેટલી લેશ્યાઓ હોય છે, એટલી તેની વગણાઓ કહી છે, એમ સમજવું. આ પ્રકારનું આ કથન નારકેથી લઈને વૈમાનિકે પર્યન્તના ૨૪ દંડકના જી વિષે સમજવું. આ પ્રકારના આ છઠ્ઠા ચોવીસ દંડ સમજવા.
તથા કૃષ્ણાદિ લેશ્યાવાળા સમ્યગ્દષ્ટિ જીવોની, મિથ્યાષ્ટિ જીની અને સાયમિથ્યાષ્ટિ જીવની-એ પ્રત્યેકની એક એક વર્ગનું હોય છે. તથા નારકથી લઈને વૈમાનિક પર્યંતના ૨૪ દંડકના જીમાં કૃણાદિ પ્રત્યેક વેશ્યા. વાળા જીવે આ ત્રણ પ્રકારની દૃષ્ટિઓર્માથી જે જે દૃષ્ટિવાળા હોય છે, તે તે પ્રત્યેક દૃષ્ટિ અને પ્રત્યેક વેશ્યાની અપેક્ષાએ પ્રત્યેક દંડકના જીની એક એક વર્ગણ હોય છે. એજ વાત “હવે છ વિ જેરાઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા પ્રકટ કરવામાં આવી છે. આ પ્રકારના આ સાતમાં વીસ દંડકે સમજવા.
- આઠમાં ૨૪ દંડકો નીચે પ્રમાણે છે-કૃષ્ણલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની એક વર્ગણ અને કૃષ્ણલેશ્યાવાળા શુકલપાક્ષિકેની એક વર્ગણ હોય છે. એજ પ્રકારનું કથન નીલાદિલેશ્યાયુક્ત કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક વિષે પણ સમજવું. એટલે કે નીલેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકોની એક અને નીલલેશ્યાવાળા શકલપાક્ષિકેની એક વર્ગણ હોય છે. બાકીની ચારે લેશ્યાઓવાળ ઉપર્યુક્ત કૃષ્ણપાક્ષિકે અને શુકલપાક્ષિકોની વર્ગણાઓ વિષે પણ એવું જ કથન ગ્રહણ કરવું. એ જ પ્રમાણે યથાયોગ્ય (જે માં જે લેસ્થાએ સંભવી શકતી હોય તે લેસ્યાઓની અપેક્ષાએ) કૃષ્ણાદિ લેશ્યાવાળા નારકથી લઈને વૈમાનિક પર્યન્તના કૃષ્ણપાક્ષિક અને શુકલપાક્ષિક જીમાંના પ્રત્યેક દંડકના જીની પણ એક એક વર્ગણ હોય છે. એ જ વાત સૂત્રકારે “કાવ માળિયા” ઈત્યાદિ સૂત્રપાઠ દ્વારા વ્યક્ત કરી છે. આ કથનમાં જેની જેટલી લેશ્યાઓ હોય તે કહેવી જોઈએ. અને તે પ્રત્યેક વેશ્યાવાળા કૃષ્ણપાક્ષિકની એક એક વગણ કહેવી જોઈએ. આ રીતે આઠમાં ૨૪ દંડકનું પ્રતિપાદન અહીં પૂરું થાય છે તે આઠ ૨૪ દંડક આ પ્રમાણે કહ્યાં છે-“ઓહો મ હં વિસેરિમ” ઈત્યાદિ.
હવે સિદ્ધ વર્ગણાનું પ્રતિપાદન કરવામાં આવે છે–
અનન્તર સિદ્ધ અને પરસ્પર સિદ્ધના ભેદથી સિદ્ધ બે પ્રકારના હોય છે. જેમની સિદ્ધિ થવામાં એક સમય પર્વતને પણ આંતરો (વ્યવધાન) પડતો નથી, એવાં સિદ્ધોને અનન્તર સિદ્ધ કહે છે. એટલે કે સિદ્ધત્વ થવાના પહેલા સમયમાં જે વિદ્યમાન હોય છે, તેમને અનન્તર સિદ્ધ કહે છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧