________________
પ્રાણાતિપાત વિરમણ આદિ કે એકત્વ કા નિરૂપણ
આ પ્રકારે ૧૮ પાપાનના એકત્વનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તેમના વિપક્ષભૂત એવાં પ્રાણાતિપાત વિરમણ આદિના એકત્વનું નિરૂપણ કરે છે.
“uitorફોરમ” ઈત્યાદિ છે પ૧ છે
સૂત્રાર્થ–પ્રાણાતિપાત વિરમણમાં એકત્વ છે. (યાવત) પરિગ્રહ વિરમણ એક છે. કવિવેક (ક્રોધને ત્યાગ) એક છે. (યાવત) મિથ્યાદર્શન શલ્યવિવેક એક છે.
ટીકાર્યું–હિંસાને પ્રાણાતિપાત કહે છે. તે હિંસારૂપ પ્રાણાતિપાતથી દૂર રહેવાની ક્રિયારૂપ વિરતિને પ્રાણાતિપાત વિરમણ કહે છે. તેનું જ બીજું નામ અહિંસા છે. તેમાં અહીં એક પ્રકટ કરવામાં આવેલ છે. ત્યારબાદ જે યાવત' પદને પ્રયોગ થયો છે, તેના દ્વારા મૃષાવાદ વિરમણ, અદત્તાદાન વિરમણ અને મૈથુન વિરમણને ગ્રહણ કરવામાં આવેલ છે. તે પ્રત્યેકમાં પણ એકત્વ સમજવું. પરિગ્રહ વિરમણમાં પણ એકત્વ છે. કાધના ત્યાગને ક્રોધવિવેક કહે છે. અહીં “યાવત્ ” પદથી માનવિવેક, માયાવિવેક, વિવેક, પ્રેમવિવેક, દ્વેષવિવેક, કલહવિવેક, અભ્યાખ્યાનવિવેક, પશૂન્યવિવેક, પરંપરિવાદ. વિવેક, રતિઅરતિવિવેક, અને માયામૃષા વિવેકને ગ્રહણ કરવામાં આવેલ છે. આ પ્રત્યેકમાં તથા મિથ્યાદર્શન શલ્ય વિવેકમાં એકત્વ હોય છે. તે બધામાં સામાન્યની અપેક્ષાએ એકત્વ જાણવું. એ સૂ૦ ૫૧ છે
અવસર્પિણી આદિ કે એકત્વ કા નિરૂપણ
આ રીતે પુલના અને છવધર્મોને એકત્વનું પ્રતિપાદન કરીને હવે સ્થિતિરૂપ હોવાને લીધે કાળનું અને કાળના ભેદના એકત્વનું “gin મોત. થળો” થી લઈને “પતા તુમસુરા” પર્યરતના સૂત્રો દ્વારા નિરૂપણ કરવામાં આવે છે–“ઘા ગોgિ” ઈત્યાદિ પર છે
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧