________________
શંકા–આપે અહીં જે જ્ઞાનપદ દ્વારા દર્શનને પણ ગ્રહણ કર્યું છે, તે ગ્ય લાગતું નથી, કારણ કે તે બનેના વિષય ભિન્ન ભિન્ન છે; તે કારણે તે બનેમાં ભેદ રહે છે. કહ્યું પણ છે કે “ સામાન્ન નળમેઘે વિશે ત્તિ ના ” “ સામાન્યને ગ્રહણ કરનાર દર્શન છે અને વિશેષને ગ્રહણ કરનાર જ્ઞાન છે. ”
ઉત્તર–સામાન્યને ગ્રહણ કરનારું હેવાથી અવગ્રહ અને ઈહારૂપે દર્શન હોય છે. તથા વિશેષને ગ્રહણ કરનારું હોવાથી અવાય અને ધારણારૂપ જ્ઞાન હોય છે. આ રીતે જ્ઞાન અને દર્શન જુદા જુદા વિષયવાળા હોવા છતાં પણ તે બનેને આગમમાં જ્ઞાનરૂપે જ ગણવામાં આવેલ છે. આ રીતે “જ્ઞાન” પદ દ્વારા જ્ઞાન અને દર્શનને ગ્રહણ કરવામાં આવેલ છે. કહ્યું પણ છે કે “કામિળવોફિચનાળે અવયં દુવંતિ ઘડીયો” આ ગાથાદ્વારા
આભિનિબેધિક જ્ઞાન” પદથી જ્ઞાન અને દર્શન, એ બનેને ગ્રહણ કરવામાં કરવામાં આવેલ છે. ત્યારે જ આભિનિબંધિક જ્ઞાનના ૨૮ ભેદ થયેલા બતાવી શકાયા છે. આ રીતે “જ્ઞાન સામાન્ય પદના પ્રયોગ દ્વારા દર્શન પદને પણ તેમાં સમાવેશ થયો છે, એમ સમજવું.
પ્રશ્ન–આ સૂત્રમાં “ તળે ” આ પદના પ્રાગદ્વારા દર્શનનું અલગ રૂપે પ્રતિપાદન કરવામાં આવ્યું છે, તે આપ શા કારણે એવું કહે છે કે જ્ઞાન શબ્દના પ્રયોગ દ્વારા દર્શનને પણ ગ્રહણ કરવામાં આવેલ છે ? અથવા જ્ઞાન પદનું વાચક દર્શન પણ છે?
ઉત્તર–સૂત્રમાં “દર્શન ” પદ શ્રદ્ધાના અર્થમાં વપરાયું છે. કારણ કે સમ્યભાવથી યુક્ત જ્ઞાનાદિત્રયમાં ( જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં) મોક્ષમાર્ગત કહી છે-જ્ઞાન, દર્શનચારિત્રમાં જ મોક્ષમાર્ગના કહી નથી. તેથી મોક્ષના માર્ગરૂપ સમ્યભાવયુક્ત જ્ઞાનાદિત્રયમાં દર્શન શબ્દ શ્રદ્ધારૂપ અર્થનું જ વાચક છે. તેથી તેનું અલગરૂપે પ્રતિપાદન કરવામાં કઈ દેષ જણાતું નથી. સૂત્રમાં તે દર્શનપદ શ્રદ્ધાવાચક સામાન્યને ગ્રહણ કરનાર દર્શનનું
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૫૬