SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ આ ભાવનાથી પ્રેરાઈને કયારેક કેઈ દુષ્કાળ પીડિત દેશમાં વિચરતા તે ધમ. ચાર્યને તે દેવ પિતાની દેવશક્તિના પ્રભાવથી સુભિક્ષવાળા (સુકાળવાળા) દેશમાં લઈ જાય છે. અથવા જ્યારે તે ધર્માચાર્ય કેઈ ગહન અટવીમાં ફસાઈ જાય છે–માર્ગ ભૂલીને અટવાતા હોય છે, ત્યારે તે તેમને ત્યાંથી જનસમુદાય. વાળા કોઈ સ્થાનમાં પહોંચાડી દે છે. અથવા જ્યારે તેઓ કોઈ રોગાતક ( જવર, કેદ્ય આદિ રેગથી અને અચાનક ઉત્પન્ન થયેલા શૂલાદિ રૂપ આતંક) થી પીડાતા હોય છે, ત્યારે પિતાની દૈવીશક્તિથી તે તેમને નીરોગી બનાવી દે છે. આ પ્રકારે તેમની સંભાળ રાખવા છતાં પણ તે દેવ તેમના ઉપકારને બદલે વાળી શકતું નથી. હવે સૂત્રકાર એ બતાવે છે કે તે દેવ તેમનો ઉપકાર કેવી રીતે વાળી શકે છે–“ ” ઈત્યાદિ. કદાચ કે કારણે તે ધર્માચાર્ય કેવલિપ્રજ્ઞત ધર્મથી પતિત થઈ જાય, અને તે દેવ કઈ પણ ઉપાયે તેમને ફરીથી તે ધર્મમાં સ્થિર કરી દે, તે જ તેના દ્વારા તેના ઉપકારનો બદલે વાળી શકાય છે. કેવલીપ્રજ્ઞત ધર્મને માગે તેમને વાળી લઈને જ તે તેમના આત્માનું કલ્યાણ કરી શકે છે અને એ રીતે જ તે તેમનું ત્રણ ફેડી શકે છે. કહ્યું પણ છે કે “નો ને રશ્મિ કા”િ ઇત્યાદિ. છે સૂ. ૧૪ છે ધર્મક ભાવછેદ મેં કારણતાના નિરૂપણ ધર્મમાં સ્થાપિત કરવાથી જીવને ભવ છેદરૂપ પ્રત્યુપકાર થઈ શકે છે. આ રીતે ધમ ભવચ્છેદમાં કારણભૂત બને છે. એજ વાત હવે સૂત્રકાર પ્રદ શિત કરે છે-“તર્દૂિ સાહૈિં સંપૂom કારે” ઈત્યાદિ– ટીકાર્થ–જેની પ્રથમંત્પત્તિ (પ્રારંભ) નથી તેને અનાદિ કહે છે. એટલે કે જે આદિ રહિત છે તેને અનાદિ કહે છે. અવદ-પર્યત (અન્ત) ને જેમાં અભાવ હોય છે તેને અનવદગ્ર અથવા અનન્ત કહે છે. જેને કાળ દીધું છે તેને દીર્વાદ્ધ કહે છે, એટલે કે જેને પાર કરવામાં દીર્ઘકાળ વ્યતીત થઈ જાય છે અથવા જેને માગ દીર્ઘ છે તેને દીર્વાદવ કહે છે. એટલે કે જેને માગ અતિશય લાંબે છે અને જે ચાર ગતિવાળે છે એવા આ સંસાર રૂપ કાન્તારને (ગહન અટવીને) નિર્જન ત્રાણરહિત દુર્ગમ અરણ્ય પ્રદેશ જેવા સંસારને જીવ ત્રણ કારણે ( ઉપાય) દ્વારા પાર કરી શકે છે. તે ત્રણ ઉપાયો નીચે પ્રમાણે છે-(૧) અનિદાનરૂપ કારણ, (૨) દૃષ્ટિસંપનતારૂપ કારણે અને (૩) ગવાહિતારૂપ કારણ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧ ૨૬ ૨
SR No.006409
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages293
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy