________________
મુનિ (સગુદ્વિતિય) અલ્પ બુદ્ધિવાળા ભવ્યના હિતની ભાવનાથી પ્રેરાઈને ( તજ વિશુદ્ધાં ચાલ્યાં નોમિ) તેની વિશુદ્ધ-નિર્દોષ વ્યાખ્યા કરું છું.
લેકાર્થ–આ શ્લેક દ્વારા એ વાત સમજીવવામાં આવી છે કે ભવ્ય
ગુરુની વાણી દ્વારા પિતાનું હિત ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેઓ નયવાદને સારી રીતે સમજવાની બુદ્ધિવાળા હોય છે. જેવી રીતે વાલિની ( ગોવાલણ) દહીમાં રહેલા ઘીને વલેણું દ્વારા નેતિની (વલણને બાંધેલા નેતરું) પ્રધાનતા અને ગૌણતાથી કાઢી લે છે, એ જ પ્રમાણે ભવ્ય ગુરુના ઉપદેશ દ્વારા પિતાનું હિત ત્યારે જ સાધી શકે છે કે જ્યારે તેઓ ઉભય નની અપેક્ષાએ તેને ઘટાડી શકવાને સમર્થ હોય છે. જો તેઓ તે કથનને
એક જ નયના આધારે પિતાના જીવનમાં ઉતારી લે તો તેઓ તેના દ્વારા પિતાનું હિત કરવાને બદલે અહિત જ કરી બેસે છે, કારણ કે એક જ નયની માન્યતાવાળી વ્યક્તિને સિદ્ધાંતકારોએ મિથ્યાદૃષ્ટિ કહેલ છે. તેથી ઉભય નય પ્રતિપાદિત અર્થને કયા પ્રકારે મુખ્ય અથવા ગૌણ કરીને આત્મસાધક બનાવી શકાય તે સઘળી વ્યવસ્થા ગણઘર દેએ પિતાના દ્વારા ગ્રથિત શાસ્ત્રોમાં નિબદ્ધ કરેલી છે-(વણે લીધેલી છે), અને તે પરંપરારૂપે એવાં જ સ્વરૂપે, અખંડરૂપે હજી સુધી ચાલી જ આવે છે. પરંતુ મન્દબુદ્ધિવાળા ભવ્ય તે વાતને સમજી શકતા નથી. ગણધરને તે અભિપ્રાય સ્પષ્ટરૂપે તેમને સમજાવવાને માટે, હું (ઘાસીલાલજી મુનિ) તેની “વ્યાખ્યા-સુધા” નામની ટકા વિસ્તાર પૂર્વક કરું છું ૪–પ છે
સૂત્રકૃતાંગ નામના બીજા અંગમાં સ્વસમય (જૈન સિદ્ધાંત) અને પર સમય (પરિસિદ્ધાંત) નું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. તે સ્વસમય અને પરસમય પ્રતિપાદિત પદાર્થોની કેવી સ્થિતિ છે-કેવું રૂપ છે, તેનું વર્ણન પણ થવું જ જોઈએ તે કારણે સૂત્રકારે બીજા સૂત્રકૃતાંગની રચના કર્યા બાદ આ સ્થાનાંગસૂત્ર નામના ત્રીજા અંગની રચના કરી છે અને તેમાં તે પદાર્થોના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. આ અંગમાં, ભગવાને આત્મા આદિ પદાર્થોને મન્દબુદ્ધિવાળા, વિનયવાન શિષ્યને સરલતા પૂર્વક બંધ થઈ જાય એવા હેતથી તેમની એક સ્થાનથી લઈને ૧૦ સ્થાન પર્યન્ત રૂપે પ્રરૂપણ કરી છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર:૦૧