________________
દો પ્રકાર કે જ્ઞાન કા નિરૂપણ
દર્શનની પ્રરૂપણા પૂરી કરીને હવે સૂત્રકાર જ્ઞાનની પ્રરૂપણ કરે છે– “સુવિ નાળે ઈત્યાદિ છે ૧૫ છે
જ્ઞાનના નીચે પ્રમાણે બે પ્રકાર કહ્યાં છે-(૧) પ્રત્યક્ષજ્ઞાન (૨) પરોક્ષજ્ઞાન. તેમના પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે(૧) કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષજ્ઞાન અને (૨) ને કેવળજ્ઞાન વિકલ પ્રત્યક્ષજ્ઞાન. કેવળજ્ઞાન પણ બે પ્રકારનું કહ્યું છે– (૧) ભવસ્થ કેવલીનું કેવળજ્ઞાન અને (૨) સિદ્ધનું કેવળજ્ઞાન. ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે (૧) સયોગી ભવસ્થ કેવલીનું કેવળજ્ઞાન અને (૨) અગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન. તેમાંના રાગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું હોય છે. (૧) પ્રથમ સમયના સગી ભવસ્થનું કેવળજ્ઞાન અને (૨) અપ્રથમ સમયવર્તી સગી ભવસ્થાનું કેવળજ્ઞાન અથવા (૧) ચરમસમયના સગી ભવસ્થાનું કેવળજ્ઞાન.
એજ પ્રમાણે અગી ભવસ્થ કેવળીનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. સિદ્ધ જીવનું જે કેવળજ્ઞાન છે, તે પણ બે પ્રકારનું હોય છે-(૧) અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન. અનન્તર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે-(૧) એકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેકાન્તર સિદ્ધનું કેવળજ્ઞાન. પરમ્પર સિદ્ધનું કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે-(૧) એક પરમ્પર સિદ્ધનું કેવળજ્ઞાન અને (૨) અનેક પરસ્પર સિદ્ધનું કેવળજ્ઞાન.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
૧૨૭