________________
અને ભાવથી. શરીરની ઉંચાઈ વાળા દ્રવ્યથી ઉન્નત કહેવાય છે. અને જાતિ વિગેરેનું અભિમાન કરવાવાળા ભાવથી ઉન્નત કહેવાય છે, અહિંયાં ભાવથી ઉન્નત પણું ગ્રહણ કરવું જોઈએ. જે ભાવથી ઉન્નત ન હોય અર્થાત જાતિ, કુળ, વિદ્યા, તપ, અને સંયમ વિગેરેના અભિમાનથી રહિત હોય. ભિક્ષુએ વિનયશીલ અર્થાત ગુરૂ તથા દીક્ષા પર્યાય વિગેરેથી મોટા મુનિની વિનય પતિપત્તિ કરવી જોઈએ. વિનીત હોવાને કારણે તેણે ‘નામક હેવું જોઈએ. અર્થાત જ્ઞાનાવરણીય વિગેરે આઠ પ્રકારના કર્મોને નમાવવા વાળા-દૂર કરવાવાળા હોવું જોઈએ.
અથવા જે વૈયાવૃત્ય કરીને તથા ગુરૂની આજ્ઞાનું પાલન કરીને પિતાને નમ્ર બનાવે છે, નમાવે છે, તે નામક કહેવાય છે તેણે ઈન્દ્રિયો અને મનનું દમન કરવાવાળા થવું. દ્રવિક અર્થાત્ સંયમવાન હોવું, સ્નાન વિગેરે શરી. ૨ના સંસ્કારોથી રહિત થઈને દેહની મમતાથી રહિત થવું. જ્યારે તે દેહ મમતાથી રહિત હોય છે, તો તેમાં પરીષહ અને ઉપસર્ગોને જીવવાની શક્તિ પ્રગટ થાય છે. તેથી જ સૂત્રકાર કહે છે કે-તે અનેક પ્રકારના સુધા વિગેરે બાવીસ પ્રકારના પરીષહોને તથા દે, મનુષ્યો, અને તિર્યંચ દ્વારા ઉત્પન્ન કરવામાં આવનારા અનુકૂળ અને પ્રતિકૂળ ઉપસર્ગોને ધ્યાનમાં એકાગ્રચિત્તવાળા થઈને તેને અનુભવ જ ન કરે અર્થાત્ સમભાવથી તેને સહન કરે. પિતાના મન વચન અને કાયના વેગને આત્મામાં લગાવીને શુદ્ધ ચારિત્રનું પાલન કરે, નિરતિચાર સમ્યક્ત્વનું પાલન કરવાના કારણે સંયમમાં પ્રવૃત્ત રહેવું અર્થાત્ ઉત્કૃષ્ટ ઉત્સાહની સાથે સિંહની જેમ શૂરતા પૂર્વક સંય. યમમાં તત્પર રહે. શિયાળની જેમ નહીં. સંયમના પાલનમાં પણ સ્થિર રહેવું. અર્થાત્ સિંહની સમાન ઉત્સાહ પૂર્વક સંયમનું પાલન કરતા રહેવું. એ પ્રમાણે થઈને સંસારના અસારપણને તથા સંસારથી તારવાવાળી કર્મ, ભૂમિ વિગેરેની પ્રાપ્તિરૂપ સામગ્રીને દુર્લભ પણને જાણીને અથવા આહારના ઉદ્દગમ ઉત્પાદન વિગેરે દેને જાણીને પરદત્ત-બીજાએ આપેલ આહારને લેના હેય. અર્થાત્ ગૃહસ્થાએ પિતાના માટે જે આહાર બનાવેલ હોય અને તેમાંથી કહાડીને આપેલ હોય તેને જ આહાર કરવાવાળા હોય, અર્થાત્ વયં રાંધીને ન ખાય, આ પ્રકારના જે પૂર્વોક્ત ગુણેથી યુક્ત હોય એજ મુનિ “ભિક્ષુ' શબ્દથી યુક્ત કહેવાય છે. પાન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૨૨૪