________________
મિશ7 ભવિષ્યકાળમાં થવાનો છે. બન્ને સર્વ તત્સમ તે સઘળા પદાર્થ સમૂહને “મન્નમય યથાવસ્થિત પણે જાણે છે. તે સર્વજ્ઞ અને સર્વદર્શી કહેવાય છે. ૧
અન્વયાર્થ–જે મહાપુરૂષ દર્શનાવરણીય કર્મને અંત કરવાવાળા છે. અથાત્ દર્શન શબ્દના ગ્રહણથી ચારે ઘાતિયા કર્મોનો ક્ષય કરવાવાળા છે. અને તે કારણે જેઓ ત્રાયી છે. સદુપદેશ આપીને સંસારના દુઃખરૂપી, દાવાનળથી પ્રાણિની રક્ષા કરે છે. અથવા તાઈ અર્થાત્ સમ્યક્ જ્ઞાનવાનું છે તથા ઉપપાત વ્યય અને ધ્રૌવ્ય થી યુક્ત પદાર્થોના જ્ઞાતા છે. અથવા નાયક એટલે કે યથાર્થવરતુસ્વરૂપ નું પ્રતિપાદન કરવાથી નેતા છે. તે ભૂતકાલીન, વર્તમાન કાલીન અને અને ભવિષ્યકાલીન સઘળા પદાર્થો ને યથાર્થ પણાથી જાણે છે. અર્થાત્ સર્વજ્ઞ અને સર્વદશ છે. એ
ટીકાર્ચ–અહિયાં “રંસગાવત” આ મધ્યના પદ ને ગ્રહણ કરવાથી પહેલા ના અને પછીના પદે નું ગ્રહણ પણ થઈ જાય છે. તેથી તેને અર્થ એ થશે કે-જે જ્ઞાનાવરણ, દર્શનાવરણુ, મેહનીય, અને અંતરાય આ ચાર ઘાતિયા કર્મો નો અંત કરવાવાળા છે, અને એ કારણે જેઓ ત્રાથીરક્ષણકરવાવાળા છે, અર્થાત્ સદુપદેશ આપીને પ્રાણિયોને સંસારથી તારવા વાળા રક્ષક છે અથવા “રા અર્થાત્ સમ્યફ જ્ઞાનવાનું છે, ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય રૂપ પદાર્થો ના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અથવા દ્રવ્ય અને પર્યાયરૂપથી જાણનારા છે. અથવા યથાર્થ વસ્તુ સ્વરૂપનું પ્રતિપાદન કરવાવાળા હોવાથી પ્રણેતા છે, એ પુરૂષ ભૂતકાળ સંબંધી, વર્તમાનકાળ સંબંધી અને ભવિષ્ય કાળ સંબંધી આરીતે ત્રણે કાળના જીવ, અજીવ, વિગેરે સઘળા પદાર્થોને જાણે છે
“રા' ધાતુ જાણવાના અર્થમાં છે. અહિયાં “તાથી આ પદથી સઘળા ધર્મોને જાણનારા એ અર્થ પ્રગટ કરવામાં આવેલ છે. અને મન આ પદથી વિશેષ ધર્મોના જાણનારા એમ સૂચિત થાય છે. તેથી તે સર્વજ્ઞ, સર્વદશી હોય છે. એમ બતાવવામાં આવેલ છે.
કારણના અભાવમાં કાર્યોની ઉત્પત્તિ થતી નથી. આ ન્યાયથી “ના. વરાજ' આ પદ થી ચારે ઘાતિયા કર્મોને ક્ષય કરવાવાળા એ પ્રમાણે નો અર્થ સ્વીકારવામાં આવેલ છે. કેમકે-ચાર ઘાતિયા કમને ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન અને કેવળદર્શનની ઉત્પત્તિ થવા સંભવ છે. આના
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૩
૧૮૭