________________
(૧) જીવ સત્ છે, એ કોણ જાણે છે ? અને તે જાણવાથી લાભ પણ શું છે? (૨) જીવ અસત્ છે, એ કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ શું છે?
(૩) જીવ સત્ અસત્ છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે?
() જીવ અવક્તવ્ય છે, એ કોણ જાણે છે ? અને તે જાણવાથી લાભ પણ શું છે ?
(૫) જીવ સત્ અવક્તવ્ય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે?
(૬) જીવ અસત્ અવક્તવ્ય છે. તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે?
(૭) જીવ સત્ અસત્ અવક્તવ્ય છે, તે કેણ જાણે છે અને તે જાણવાથી લાભ પણ શું છે?
આ પ્રમાણે અજીવ વિગેરેની સાથે સાત સાત ભંગને સંગ કરવાથી ૯૮૭=૬૩ ભેદ થાય છે. આ ત્રેસઠ ભેદેમાં ચાર વિકલ્પ ઉત્પત્તિ સંબંધી મેળવવામાં આવે છે. જેમકે-(૧) પદાર્થોની ઉત્પત્તિ સતી છે. અર્થાત વિદ્યમાન પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે? અને તેને જાણવાથી લાભ પણ શું છે?
(૨) પદાર્થોની ઉત્પત્તિ અસતી છે, અર્થાત અસત પદાર્થોની ઉત્પત્તિ થાય છે, એ કોણ જાણે છે અને તેને જાણવાથી લાભ શું છે?
(૩) પર્વોની ઉત્પત્તિ સદસતી છે, અર્થાત્ સત્ અસત્ પદાર્થોની ઉત્પત્તિ થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી શું લાભ છે?
(૪) પદાર્થોની ઉત્પત્તિ અવક્તવ્ય છે, અર્થાત્ અવક્તવ્ય પદાર્થ ઉત્પન્ન થાય છે, તે કોણ જાણે છે? અને તે જાણવાથી લાભ પણ શું છે?
આ રીતે ત્રેસઠમાં આ ચાર ભેદ મેળવવાથી અજ્ઞાનવાદીના ૭ સડસઠ ભેદ થઈ જાય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર ૩
૮૬