________________
ઉપસ્થિત થાય ત્યારે બીજા લોકો કરતાં પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે કુશાસ્ત્રને ઉપસર્ગ થાય ત્યારે અજ્ઞાની સાધુ સંયમનું પાલન કરવામાં વિષાદ અનુભવે છે અને સંયમના માર્ગે આગળ વધવાને બદલે સંયમના પાલનમાં શિથિલ બની જાય છે. પાન
ટકાથે--જ્યારે કુશાસ્ત્રને ઉપદેશ રૂપ ઉપસર્ગ ઉપસિથત થાય છે ત્યારે વિવેકહીન સાધક સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈ જાય છે. તે એવું માન થાય છે કે કેવળજ્ઞાન આદિ દ્વારા જ મેક્ષ પ્રાપ્ત થતી નથી, પરંતુ શીતલ જળ, કન્દમૂળ આદિના સેવનથી પણ મોક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારને નિર્ણય કરવાને કારણે તે ભારવહન કરવાને અસમર્થ ગધેડાની જેમ વિષાદને પાત્ર બને છે. એટલે કે ભારે બોજ વહન કરતે ગધેડો જેવી રીતે માર્ગમાં જ વિષાદને અનુભવ કરે છે, એ જ પ્રમાણે વિપરીત ઉપદેશ સાંભળીને સંયમના માર્ગેથી ચલાયમાન થનાર સંયમના ભારનો ત્યાગ કરીને શિથિલાચારી બનનાર-સાધુને પણ વિષાદ જ અનુભવો પડે છે. તેઓ મેક્ષ પ્રાપ્ત કરવાને બદલે સંસારમાં જ અટવાયા કરે છે અને દુઃખને અનુભવ કર્યા કરે છે.
આ વિષયને અનુલક્ષીને એક બીજું દષ્ટાન આપવામાં આવે છેઅગ્નિ આદિને ભય ઉપસ્થિત થાય ત્યારે લંગડે પુરૂષ દેવી ન શકવાને કારણે બીજા ભાગનારા લોકોની પાછળ રહી જાય છે, એ જ પ્રમાણે “જ્ઞાન અને ક્રિયાથી મોક્ષ મળે છે. આ તથ્યને નહીં જાણનાર અને નમિ આદિના માગને અનુસરનારા, સચિત્ત જળ અને બીજેને ઉપભોગ કરનારા લેકે મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત થવા છતાં પણ મોક્ષગમન કરી શકતા નથી. તેઓ અનત કાળ સુધી સંસારમાં જ પરિભ્રમણ કર્યા કરે છે. એ વાત તે નિશ્ચિત છે કે જેમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે તેમણે શીતેદક (શીતળ જલ) ના સેવનથી જ મોક્ષપ્રાપ્ત કરેલ નથી. તેમને કઈ પણ કારણે જાતિસ્મરણ આદિ જ્ઞાનની,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૬૯