________________
તેથી જ્યોતિષ, આયુવેદ, ધનુર્વિદ્યા આદિ મારા જ્ઞાનને દ્રવ્યોપાર્જનને માટે ઉપયોગ કરીશ, ૪
ટીકાથ–તે અલ્પસરવ સાધુ એવો વિચાર કરે છે કે-આપણી શક્તિ મર્યાદિત હોય છે અને કર્મોની ગતિ વિચિત્ર હોય છે. પ્રમાદનાં અનેક સ્થાન મેજુદ છે. તેથી સર્વજ્ઞ ભગવાન સિવાય એવું પણ જાણી શકવાને સમર્થ છે કે હું જ્યારે સંયમના માર્ગેથી ભ્રષ્ટ થઈશ? સ્ત્રીના પરીષહથી અથવા જળના ઉપદ્રવથી પણ મારું પતન થઈ શકવાને સંભવ છે. સંયમને પરિત્યાગ કર્યા બાદ મારે માટે આજીવિકાને પ્રશ્ન ઉપસ્થિત થશે. મારી પાસે પૂર્વોપાર્જિત ધન તે છે નહીં, તે મારું ગુજરાન કેવી રીતે ચલાવીશ? આ સાધુજીવનમાં વ્યાકરણ, તિષ. ધનુર્વિદ્યા, આયુર્વેદ આદિનું અધ્યયન કર્યું હશે, તે તેના દ્વારા મારી આજીવિકા ચલાવી શકાશે આ પ્રકારના વિચારથી પ્રેરાઈને તે ધનુર્વેદ, તિષ, આયુર્વેદ આદિ લૌકિક શાસ્ત્રના અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે. પરંતુ પ્રયત્ન કરવા છતાં પણ તે દુર્ભાગી માણસો અભિલષિત વસ્તુની પ્રાપ્તિ કરી શકતા નથી.
મેક્ષવિદ્યા રૂપ બીજ શાન્તિ રૂપી ફળને ઉત્પન્ન કરે છે. તે વિદ્યાબીજ દ્વારા જે કઈ ધનની અભિલાષા સેવે, તે તેને પરિશ્રમ નિષ્ફળ જ જાય છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? પ્રત્યેક વસ્તુ નિયત ફળ આપનારી હોય છે. કઈ પણ વસ્તુ પાસેથી નિયત ફળને બદલે અન્ય ફળની આશા રાખવાથી નિરાશ જ થવું પડે છે. જેવી રીતે ચોખાનું બીજ વાવીને યવ ઉત્પન્ન કરી શકાતા નથી, એજ પ્રમાણે ઉપશમ રૂપ ફલ ઉપન્ન કરનારી વિદ્યા દ્વારા ધનની પ્રાપ્તિ કરી શકાતી નથી. કહ્યું પણ છે કે- જામણા વિઘા વીષાત્ ઈત્યાદિ–
ઉપશમરૂપ ફલને ઉત્પન્ન કરનારા-વિદ્યાબીજ વડે ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનારા લેકેને પરિશ્રમ જે નિષ્ફળ જાય, તે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે?
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૪૬