________________
થાય છે. જેઓ પરમાર્થને (વસ્તુતત્વને જાણતા નથી અને ધર્મબુદ્ધયા પ્રાણાતિપાત આદિ પાપકર્મો કરે છે, તેઓ ઘાતને પ્રાપ્ત કરે છે, એટલે કે સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જેમાં પ્રાણી ઘાતને પ્રાપ્ત કરે છે, એવા ચતુર્ગતિક સંસારને “ઘાત” કહેવાય છે. અપકાય અને તેજસકાયના જીના ઉપમર્દનથી તેમને વિનાશ થાય છે, અને જીવોને વિનાશ કરનારને વિનાશકને) સંસારમાં ભવભ્રમણ જ કરવું પડે છે, જીવહિંસા કરનારને સિદ્ધિ કોઈ પણ પ્રકારે પ્રાપ્ત થતી નથી. તેથી વિદ્વાન પુરુષે એ વાતને વિચાર કર જોઈએ કે ત્રસ અને સ્થાવર જી કયા પ્રકારે સુખ પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધિશાળી પુરુષોએ એ વાત સમજવી જોઈએ કે સઘળા જ સુખની ઇચ્છા રાખે છે, કેઈને દુઃખ ગમતું નથી. દુઃખ પ્રત્યે તેઓ દ્વેષ ભાવની દષ્ટિએ દેખે છે. જે તેમને ઉખ અપ્રિય હોય તે તેમને દુખની ઉત્પન્ન થાય એવું કાર્ય કરવાથી સુખની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? તાત્પર્ય એ છે કે અગ્નિહોત્ર કર્મ અથવા જળસ્નાન કરવાથી મોક્ષ મળે છે, એવું માનનારા અજ્ઞાની લોકે એ વાત જાણતા નથી કે તે કાર્યો વડે મુક્તિ મળતી નથી. તેથી તે સઘળા બાલ જન (અજ્ઞાન લોકો) પિતાનાં જ પાપકર્મોને પરિણામે આ અસાર સંસારમાં જ ભ્રમણ કર્યા કરશે. તેથી જ્ઞાન પ્રાપ્ત કરીને અને ત્રસ અને સ્થાવર જીવોને પણ સુખ વહાલું છે, એ વિચાર કરીને તેમની વિરાધના થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ નહીં. ગાથા ૧૯
જે કશીલ અથવા અશીલ પુરુષે પ્રાણીઓની હિંસા કરીને સુખની ઈચ્છા કરે છે, તેઓ, હવે પછીના સૂત્રમાં બતાવ્યા પ્રમાણે સંસારમાં દુખને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૭૯