________________
માણસો કર્મોનું ઉપાર્જન કરે છે. કારણ કે સચિત્ત જળને ઉપગ કરવાથી અપકાયિક જીવનું તથા જળના આશ્રયે રહેલાં અન્ય જીવોનું ઉપમદન થાય છે. જીવોની હિંસા કરવાથી કદી પણ મોક્ષની પ્રાપિત સંભવી શકતી નથી. વળી જળમાં મળને દૂર કરવાનું સામર્થ્ય પણ નથી. કદાચ તે બાહ્ય મળને કઈ પણ પ્રકારે દૂર કરી શકતું હોય, પરંતુ આન્તરિક મળને દૂર કરવાની શક્તિ તેમાં કેવી રીતે હોઈ શકે ? આન્તરિક મેલને નિકાલ તે ભાવની શુદ્ધિ દ્વારા જ થઈ શકે છે. જે વ્યક્તિ ભાવોની શુદ્ધિથી રહિત હોય, તેને આન્તરિક મેલ પણ જે પાણીથી દૂર થઈ જતો હોય, તે સદૈવ પાણીમાં જ નિવાસ કરનારાં માછલાં, મગર, કાચબા આદિને તે અનાયાસે જ મોક્ષ મળી જાત ! એજ પ્રમાણે મીઠાને અથવા લવણયુક્ત ભોજનને ત્યાગ કરવા માત્રથી જ મોક્ષ પ્રાપ્તિની આશા રાખી શકાય નહીં. તેથી લવણ ન ખાનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે, એવું કથન પણ બરાબર નથી. વળી એ પણ નિયમ નથી કે લવણ જ રસજનક છે. સાકર, ખાંડ, ઘી આદિ પદાર્થો પણ
ત્પાદક હેય છે.
વળી અહી એવી પણ શંકા ઉદ્ભવી શકે છે કે “દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, કે ભાવની અપેક્ષાએ તેને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે ? પ્રથમ પક્ષ (દ્રવ્યની અપેક્ષાએ લવણને ત્યાગ કરવાથી મોક્ષ મળે છે, એવી માન્યતા) બરાબર નથી, કારણ કે જે દેશમાં લવણ જ મળતું નથી, તે દેશમાં નિવાસ કરનારા સઘળા લેકે દ્રવ્યની અપેક્ષાએ લવણ ત્યાગી જ હોય છે, તે તે સઘળા લોકોને મેક્ષપ્રાપ્તિ થતી હશે, એવું માનવાને પ્રસંગે ઉપસ્થિત થશે ! જે આપ એવી દલીલ કરતા હે કે “એ તે ઈચ્છા૫ત્તિ છે,” તે એ વાત પણ ઉચિત નથી, કારણ કે એવું માનવું તે પ્રત્યક્ષ અને અનુમાનથી વિરૂદ્ધ છે. જો તમે એવું માનતા છે કે ભાવતઃ લવણત્યાગ કરવાથી મોક્ષ મળે છે, તે ભાવ જ મોક્ષનું કારણ સિદ્ધ થશે ! એવી સ્થિતિમાં લવણત્યાગનું શું મહત્વ રહે છે ?
કેટલાક અજ્ઞાની લો કે માંસ, મદિરા અને લસણ ખાઈ ને સંસારવાસમાં જ વૃદ્ધિ કરતા હોય છે.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૬૯