________________
અથવા ભગવાન ‘દુ' એટલે કે આત્મા રૂપી ભૂમિમાં, 'જ્ઞ' એટલે શયન કરનારા–રહેનારા અથવા ઉત્પન્ન થનાર, ‘રા' એટલે કે આઠ પ્રકારના કર્મોનુ છેદન કરનારા હતા, તે કારણે તેમને કુશલ કહ્યા છે. આ કથનનેા ભાવા એ છે કે મહાવીર પ્રભુ પેાતાનાં કર્મના તથા પ્રાણીઓનાં કર્મોના વિનાશ કરવામાં નિપુણ હતા. લેકમાં પણ ‘સૌથી સમર્થ’ ના અમાં ‘કુશલ' શબ્દના પ્રયાગ થાય છે. જેમકે ‘તે વ્યાકરણમાં કુશલ છે, તે ન્યાયમાં કુશલ છે, તે સ શાસ્ત્રોમાં કુશલ છે.' એજ પ્રમાણે મહાવીર પ્રભુ પણ આઠ પ્રકારના કમ રૂપ કુશના વિનાશ કરવામાં અતિશય કુશલ હતા. તે ઉગ્રતપસ્યા કરનારા હતા અને ઘારપરીષહેા અને ઉપસ સહન કરવાવાળા હતા તેથી તેમને મહર્ષિ કહ્યા છે. કર્મોની નિર્જરા કરીને તેમણે ચાર પ્રકારનાં ઘાતિયા કર્મોના ક્ષય કરી નાખ્યા હતા, તેથી તેમનુ· જ્ઞાન-ઉપયાગ સવ પદાર્થાંમાં સદા વ્યાપ્ત જ રહેતુ હતું. તેઓનુ જ્ઞાન છદ્મસ્થાના જેવું અપૂણુ` કે મર્યાદિત ન હતું, તેથી છદ્મસ્થાની જેમ વિચાર કરી કરીને કે કલ્પના કરીને કાઈ પદાથ તે જાણવાના પ્રયત્ન કરતા નથી. તેએ સમસ્ત પદાર્થોના સ્વરૂપને હાથમા રહેલા આમળાની જેમ જાણવાને સમથ હતા, કારણ કે જ્ઞાનના અવરોધક જ્ઞાનાવરણીય ક્રમ ના તેમણે ક્ષય કરી નાખ્યા હતા.
મહાવીર પ્રભુ જેવાં મહાઋષિ હતા, એવાં જ મહાન તપસ્વી પણ હતા. આ પરતીથિકાની જેમ પરિગ્રહથી યુક્ત ન હતા.
ભગવાન અનન્ત જ્ઞાની હતા. ‘અન્ત' પદ્મ વિનાશના અર્થમાં વપરાય છે. જેના અન્ત હાતા નથી એવા પદાને અનંત કહે છે. મહાવીર પ્રભુને અનન્ત જ્ઞાનના ધારક કહ્યા છે કારણ કે તેમનુ જ્ઞાન કદી નાશ ન પામે એવુ-અવિનાશી હતું. અથવા અનંત પદાર્થાને જાણનાર વિશેષ ગ્રાહક જ્ઞાનવાળાને અનન્તજ્ઞાની કહેવાય છે.
મહાવીર પ્રભુ અનન્તદર્શી હતા. સામાન્ય અર્થને જાણનારૂં અનન્ત દન જેઓ ધરાવતા હાય છે, તેમને અનન્તુદશી કહે છે. જો કે જ્ઞાન અને
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૧૩