________________
શબ્દાર્થ – ‘પદ્ય-ત્ર' આ પ્રમાણે “વિઘહિવત્તા-સતિષરનાદ સાધુ અને સન્માર્ગના દ્રોહી “- કોઈ કોઈ “સઘળા ૩-૩મના ’ પિતે જ “અsચણા–અજ્ઞા” અજ્ઞ જીવ “ગોળ gigg મોન પ્રવૃત્તાઃ' મેહથી ઢાંકેલા છે અર્થાત મિથ્યા દર્શનથી ઢાંકેલી મતિવાળા છે. તે-તે તેઓ “રામ-રમરે” અજ્ઞાન રૂપ અંધકારથી “તમંત ઉત્કૃષ્ટ અજ્ઞાન રૂપી અંધકારને “નંતિ-વત્તિ' પ્રાપ્ત કરે છે. ૧૧
સૂત્રાર્થ –જે લોકો આ પ્રકારે સાધુઓના વિરોધી હોય છે, અનાર્ય અને વિવેકથી વિહીન હોય છે, અને મેહથી આચ્છાતિ મતિવાળા હોય છે, તેઓ એક અજ્ઞાનમાંથી બીજા અજ્ઞાન તરફ જાય છે એટલે કે અજ્ઞાન રૂપ અંધકારમાં ડૂબેલા તે લેકે નરક આદિ રૂપ ઉત્કૃષ્ટ અંધકારની દિશામાં અગ્રેસર થાય છે. ગાથા ૧૧
ટીકાર્ય–આ પ્રકારે છે કે પાપકમ છે, ધર્મના મર્મથી અનભિજ્ઞ છે, અનાર્ય છે, સાધુઓના અને મોક્ષમાર્ગના Àષી છે. સ્વયં અજ્ઞાન છે અને ધર્માચરણથી રહિત હોય છે, તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાંથી ઉત્કૃષ્ટ અંધકારમાં જાય છે એટલે કે નીચ ગતિમાંથી નીચતર ગતિમાં જાય છે. શા કારણે તેમને અધમ ગતિની પ્રાપ્તિ થાય છે? તેઓ મન્દ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસ્ત છે, તે કારણે તેમને અધોગતિની પ્રાપ્તિ થાય છે. અધેગતિ પ્રાપ્ત થવાનું બીજું કારણ એ છે કે તેઓ મિથ્યાદર્શન રૂપ મોહ વડે આચ્છાદિત છે. તે કારણે તેઓ આંધળા જેવાં હોવાને કારણે સાધુઓ પ્રત્યે શ્રેષભાવ રાખે છે અને કુમાર્ગનું અવલંબન કરે છે
વિવેક એક ચક્ષુ સમાન છે અને વિવેકીજનોનો સહવાસ બીજા ચક્ષ સમાન છે જેમને આ બન્ને ચક્ષુ હોતાં નથી, તેઓ જ ખરી રીતે આંધળા છે. એવો માણસ જે કુમાર્ગે પ્રવૃત્ત થાય, તે તેને શે અપરાધ ! કહ્યું પણ છે કે-ઘરું ફિ હ્યુમરું જ્ઞો વિવે:” ઈત્યાદિ–
સ્વાભાવિક વિવેક એક નિર્મળ નેત્ર રૂપ છે. અને વિવેકી જનોને સહવાસ બીજા નેત્ર રૂપ છે. આ સંસારમાં જેને આ બે નેત્રોની પ્રાપ્તિ થઈ નથી તેને જ વાસ્તવિક રૂપ તે અંધ કહી શકાય છે. જે આ બને પ્રકારના નેત્રોના અભાવવાળો માણસ કુમાર્ગગામી બને, તો તેનો શે અપરાધ! એટલે કે એ માણસ કુમાર્ગગામી બને તે સ્વાભાવિક જ છે.
આ પ્રકારે સાધુઓ પ્રત્યે દ્વેષ રાખનાર સન્માગને દ્રોહ કરનાર અજ્ઞાની. માહથી ઘેરાયેલા અજ્ઞાન માણસ એક અજ્ઞાનમાંથી નીકળીને નરકગતિ આદિ રૂપ બીજા અજ્ઞાનને પ્રાપ્ત કરે છે, કારણ કે તેઓ વિવેકરહિત હોય છે, ગાથા ૧૧ શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨
૧૫