________________
પ્રરૂપણ કરવામાં આવી છે, તેનાથી માહિતગાર થઈને પંડિતમરણ રૂપ કાળની પ્રતીક્ષા કરતા થકા સંયમની આરાધના કરવી જોઈએ.
આ કથનનો ભાવાર્થ નીચે પ્રમાણે છે–અહીં નરકગતિના વિપાકનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. તેથી એવું સમજવું જોઈએ નહીં કે ચાર ગતિઓમાંની માત્ર નરકગતિમાં જ દુઓનું વેદન કરવું પડે છે. બાકીની ત્રણે ગતિઓમાં દુઃખ અનુભવવું પડતું નથી. ખરી રીતે તે ચારે ગતિએ દુઃખથી પરિપૂર્ણ છે. ચારે ગતિના છ દુઃખી છે, એવો વિચાર કરીને સંસારના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, સાધુએ સંયમનાં અનુષ્ઠાનમાં જ પ્રવૃત્ત રહેવું જોઈએ. તેણે પંડિતમરણની પ્રતીક્ષા કરવી જોઈએ આ ચતુર્ગતિક સંસાર અનંત છે, અને તેમાં કર્માનુસાર ફળની પ્રાપ્તિ થાય છે. બુદ્ધિમાન પુરુષે આ સઘળાં તને સમજી લઈને નિરતિ. ચાર સંયમનું પાલન કરવું જોઈએ. મારપા
છે બીજે ઉદ્દેશક સમાપ્ત છે છે પાંચમું અધ્યયન સમાપ્ત છે
મહાવીર ભગવાન કે ગુણોં કા વર્ણન
છઠ્ઠા અયયનને પ્રારંભ
(વીરસ્તવ) પાંચમું અધ્યયન પૂરું થયું, હવે છ અધ્યયનની શરૂઆત થાય છે. પાંચમાં અધ્યયન સાથે આ અધ્યયનનો આ પ્રકારનો સંબંધ છે–પાંચમાં અધ્યયનમાં નરકના સ્વરૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. તે સ્વરૂપનું તીર્થકર ભગવાન શ્રી મહાવીર વર્ધમાને પ્રતિપાદન કર્યું છે. તેથી તે ભગવાન મહાવીરના ગુણોનું વર્ણન કરવા માટે આ છઠું અધ્યયન કહેવામાં આવે છે. ઉપદેશકો મહાન ગુણોથી સંપન્ન હોય છે, તેમના ગુણ ગાવાથી શાસ્ત્રની મહત્તા સિદ્ધ થાય છે. તેથી જ આ અધ્યયનમાં મહાવીર પ્રભુના ગુણનું વર્ણન કરવામાં આવ્યું છે. આ અધ્યયનનું સૌથી પહેલું સૂત્ર આ પ્રમાણે છે. “પુષ્ણુિ ” ઈત્યાદિ.
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૨૦૮