________________
પ્રકારનુ' પ્રતિપાદન કર્યુ” હતું-નરક દુઃખસ્વરૂપ છે. અસન (છદ્મસ્થ) જીવ તેના સ્વરૂપનુ′ પૂરેપૂરૂં જ્ઞાન ધરાવતા નથી. તે અત્યન્ત દીન અને પાપી જીવાનુ' નિવાસસ્થાન છે. તે જીવે એ નરકગતિને ચેાગ્ય જે કર્માનું પૂર્વ ઉપાજન કરેલ છે, તે હવે હું... પ્રકટ કરૂ છુ” ધરા
ટીકા—હૈ જમ્મૂ ! વિનયપૂર્વક પૂછવામાં આવેલા તે પ્રશ્નના મહાનુભાવ (એટલે કે ચાર્લીશ અતિશયાથી અને વાણીના પાંત્રીશ ગુણૈાથી યુક્ત. ) કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલા, સમસ્ત પદાર્થોમાં સદા ઉપયોગયુક્ત પ્રજ્ઞાથી સૌંપન્ન મહાવીર પ્રભુએ આ પ્રમાણે ઉત્તર આપ્યા હતા તે નરકા તીવ્ર અસમાધિવાળાળા છે, તથા અદુગ છે. ‘મ ુ'' પદના અર્થ આ પ્રમાણે સમજવા અવનીય ઉજવલતા આદિ અગિયાર પ્રકારની વેદના ત્યાં અત્યન્ત તીક અને પ્રકષ પણાથી ભાગવવી પડે છે. તે વેદના અનિવાય છે—તેના નિવારણના કાઈ ઉપાય જ હોતા નથી. વળી છે વેદના વિશાળ હાય છે-એટલે કે તેનું કેઈ પ્રમાણ જ કલ્પી શકાય તેમ નથી તે વેદના પ્રત્યેક અગમાં દુઃખ ઉત્પન્ન કરનારી હાવાથી કશ-કઠેર છે. તે વેદના અન્તઃકરણને ભેદનારી હાવાને કારણે તેને ‘ખરતીક્ષ્ણ’ (અત્યન્ત તીક્ષ્ણ) કહી છે. તેમાં સુખને સહેજ પણ સદ્ભાવ ન હેાવાને કારણે તે પુરુષ છે. પ્રતિક્ષણુ અસમાધિ ઉત્પન્ન કરનારી હોવાને કારણે તે પ્રગાઢ છે આત્માના પ્રત્યેક પ્રદેશમાં ન્યાસ હાવાને કારણે તે પ્રચ`ડ છે. તે વેદના એવા પ્રકારની હાય છે, તેને શ્રવણ કરવાથી પણ દુ:ખ થાય છે, તે કારણે તેને ઘાર-વિકટ કહી છે. પ્રત્યેક જીવમાં ભય ઉત્પન્ન કરનારી હોવાને કારણે તેને ભયકર કહી છે. પ્રતિકાર રહિત હાવાને કારણે હૃદયને ક્ષુબ્ધ કરનારી હાવાથી તેને દારુણ કહી શકાય છે. સર્વજ્ઞ પણ વાણી દ્વારા તેનું વર્ણન કરી શકતા નથી, તે કારણે નરકને દુગ કહેલ છે. તે નરક દીન, શરણહીન અને ત્રાણુવિહીન
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૧૫૫