________________
ગયું છે એ હાથી ત્યાં સુધી જ અકાળ મેઘની સમાન ગર્જનાઓ કરે છે કે જ્યાં સુધી ગુફામાં રહેલા સિંહની પૂંછડીના પછડાટને વનિ સંભાળ નથી. દષ્ટાન્ત દ્વારા આશયને જેટલી સરળતાથી સમજી શકાય છે, એટલી સરળતાથી દૃષ્ટાન્ત વિના સમજી શકાતા નથી. તેથી સૂત્રકારે અહીં સ્વસમયમાં (જૈન સિદ્ધાંતમાં પ્રસિદ્ધ એવું કૃષ્ણ અને શિશુપાલનું દષ્ટાંત પ્રકટ કર્યું છે. દઢપરાક્રમી અને મહારથી કૃષ્ણને સમરાંગણમાં યુદ્ધ કરતા જોઈને માદ્રીપુત્ર શિશુપાલ ખૂબ જ ક્ષુબ્ધ થઈ ગયે હતે. જ્યાં સુધી તેણે કૃષ્ણના પરાક્રમને પ્રત્યક્ષ જોયું ન હતું, ત્યાં સુધી તે તે પિતાની વીરતાના બણગાં ફૂંક્યા કરતે હતું, પરંતુ પરાક્રમી કૃષ્ણ વાસુદેવને પિતાની સામે સમરાંગણમાં ઉપસ્થિત થયેલ જોઈને તે કેવો ગભરાઈ ગયા હતા ! કૃષ્ણ અને શિશુપાલની કથા ચરિતચમાંથી વાંચી લેવી જોઈએ. જેના
હવે સૂત્રકાર સર્વવિદિત દૃષ્ટાન્ત પ્રકટ કરે છે–“પચાતા’ ઈત્યાદિ. | શબ્દાર્થ – જિ-સંગ્રામે યુદ્ધ “વgિ-amસ્થિત થવા લાગે ત્યારે “રાહિરે-ખરી? યુદ્ધના આગળના ભાગમાં “વાત-કચારા ગયેલ '- વીર અભિમાની પુરૂષ “માયા-માતા” માતા “પુત્ત જ્ઞાનારૂ–પુત્ર તે જ્ઞાનારિ’ પોતાના પુત્રને ખેાળામાંથી પડતાં જાણતી નથી, એવા વ્યગ્રતાયુક્ત યુદ્ધમાં
વળ-નેત્રા વિજેતા પુરૂષના દ્વારા “Bરિવિઝg-iffક્ષતા છેદન ભેદન કરતાં દીનતાયુક્ત બની જાય છે. રામ
સૂત્રાર્થ–જેવી રીતે યુદ્ધની ભીષણતાને કારણે ગભરાઈ ગયેલી માતાની ગોદમાંથી નીચે સરી પડતા બાળકનું દયાન પણ માતાને રહેતું નથી. એજ પ્રમાણે પિતાના વીરત્વનું અભિમાન કરનાર-કાયર હોવા છતાં પણ પિતાને શૂરવીર માનનાર-પુરુષ સમરાંગણમાં જ્યારે દુશ્મનની સામે ઉપસ્થિત થાય છે ત્યારે જોત જોતામાં શૂરવીર વિજેતા દ્વારા પરાજિત કરાય છે. પરા
ટીકાઈ–પિતાના શૌર્યનું અભિમાન કરનાર પણ વાસ્તવમાં કાયરતાથી યુક્ત હોય એ પુરુષ, જ્યારે યુદ્ધને પ્રસંગ આવી પડે છે ત્યારે પિતાની ચતુરગી સેના સહિત સમરાંગણના અગ્રભાગમાં ઉપસ્થિત થઈ જાય છે. પરંતુ
જ્યારે ભીષણ સંગ્રામ શરૂ થાય છે ત્યારે દુશ્મનનું પરાક્રમ જોઈને તે કાયરના ભય અને વ્યાકુળતા વધી જાય છે તે યુદ્ધ કેવું ભયાનક હોય છે તે બતાવવાને માટે સૂત્રકાર નીચેનું દષ્ટાન્ત આપે છે-તે યુદ્ધની ભીષણતાને કારણે ગભરાઈ ગયેલી માતાને તેની ગોદમાંથી સરી પડતા બાળકનું પણ ભાન રહેતું નથી. એજ પ્રમાણે વ્યગ્રતા ઉત્પન્ન કરનારા તે ઘોર સંગ્રામમાં વિજેતા શત્ર દ્વારા તે કાયરને જોતજોતામાં પરાજિત કરી દેવામાં આવે છે. રા
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્રઃ ૨