________________
સૂત્રાર્થ–સાધુએ સ્ત્રિઓ તરફ નજર પણ ફેંકવી જોઈએ નહીં. તેણે સીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. તેણે તેના કહેવાથી કેઈ અકાર્ય કરવું નહીં અને તેની સાથે વિચારવું જોઈએ નહીં. આ પ્રમાણે કરવાથી જ તેને આત્મા સુરક્ષિત રહે છે. પા
ટીકાથે-સાધુએ કદી પણ કેઈ સ્ત્રીની દષ્ટિ સાથે પિતાની દષ્ટિ મેળવવી જોઈએ નહીં. કદાચ કઈ પ્રયજનને કારણે સ્ત્રી સામે નજર કરવી પડે, તે ઉપેક્ષાની દૃષ્ટિએ જ તેની સામે જોવું જોઈએ. કહ્યું પણ છે કે-“રા' ઇત્યાદિ
વિવેકવાન પુરુષ કઈ પ્રયજનને કારણે સ્ત્રીના શરીર પર નજર નાખે છે ત્યારે પણ તેની સામે અસ્થિર અને અનુરાગહીન દષ્ટિથી જ દેખે છે. તે તેની સામે એવી અવજ્ઞાપૂર્ણ દષ્ટિએ દેખે છે કે કુપિત ન હોવા છતાં પણ કુપિત જેવું લાગે છે.” ( સી ગમે તેટલી વિનંતી કરે, તે પણ સાધુએ કઈ કુકૃત્ય કરવાનું સ્વીકારવું જોઈએ નહીં. જેવી રીતે સંગ્રામમાં ઉતરનારને અત્યન્ત દુઃખને અનુભવ કરવો પડે છે, એ જ પ્રમાણે સ્ત્રીના સંગમાં અનુરક્ત થનાર પુરુષને નરકાદિના દુખો વેઠવા પડે છે.
વળી સાધુએ સ્ત્રીની સાથે સાથે ગામ આદિમાં વિચરવું પણ જોઈએ નહીં તેને આની સાથે એક આસન પર બેસવું જોઈએ નહીં. સાધુઓને સ્ત્રીઓની સાથે સંબંધ મહાપાપમાં કારણભૂત બને છે. કહ્યું પણ છે કે –
“માત્રા વા' ઇત્યાદિ–
“સાધુએ માતા, પુત્રી કે બેનની સાથે પણ એકાન્તમાં બેસવું જોઈએ નહીં, કારણ કે કામવાસના એવી બળવાન વસ્તુ છે કે તે વિદ્વાન પુરુષોને પણ આકર્ષી શકે છે. વળી એવું પણ કહ્યું છે કે –
તાર મા' ઈત્યાદિ –
નારી પ્રજવલિત અંગારા સમાન છે અને પુરુષ ઘીના ઘડા સમાન છે. તેથી અગ્નિ અને ઘી સમાન નારી અને પુરુષને સમાગમ ભારે અનર્થકારી સમજવું જોઈએ. બુદ્ધિમાન્ પુરુષે આ કારણે સ્ત્રીને સમાગમ સેવ જોઈએ નહીં
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૨
૯૯